Homeગામનાં ચોરેજિમમાં વર્કઆઉટ કરતા યુવકને આવ્યો હાર્ટ એટેકે, ટ્રેડમિલ પર ઢળી પડતા મોત

જિમમાં વર્કઆઉટ કરતા યુવકને આવ્યો હાર્ટ એટેકે, ટ્રેડમિલ પર ઢળી પડતા મોત

Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશના ગાઝિયાબદમાં યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. સિદ્ધાર્થ નામનો યુવક જીમમાં ટ્રેડમિલ પર એક્સરસાઇઝ કરી રહ્યો હતો ત્યારે અચાનક યુવક બેહોશ થવા લાગ્યો હતો અને ટ્રેડમિલ પર પડી ગયો હતો. આ સમગ્ર ઘટના 18 સેકન્ડના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. યુવક ઘોડા વિસ્તારના જીમમાં ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો. આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી અને તેમનું મૃત્યુ થયું. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે તે અચાનક ટ્રેડમિલ પર પડી ગયો હતો.

workout heart attack

ગાઝિયાબાદના ખોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મૃતકનું નામ સિદ્ધાર્થ કુમાર છે જે પોતાના પરિવાર સાથે સરસ્વતી વિહાર વિસ્તારમાં રહે છે. સિદ્ધાર્થ તેના ઘરની નજીકના જિમમાં કસરત કરવા જતો હતો. દરરોજની જેમ શનિવારે પણ સિદ્ધાર્થ જીમ ગયો હતો. ટ્રેડ મિલમાં કામ કરતો હતો. આ દરમિયાન તે અચાનક બેભાન થઈ જાય છે. આ જોઈને ત્યાં હાજર અન્ય બે લોકો તેની પાસે પહોંચી ગયા હતા પરંતુ હાર્ટ અટેકથી તરત જ તેનું મોત થઇ જતાં સારવારથી તેને બચાવવાનો સમય જ ન રહ્યો અને સિદ્ધાર્થનું મૃત્યુ થઈ જાય છે. આ વીડિયો જીમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments