Homeગામનાં ચોરેલગ્ન કરવાની આનાકાની કરી રહેલી સગીરા પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

લગ્ન કરવાની આનાકાની કરી રહેલી સગીરા પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

Team Chabuk-National Desk: દિલ્હીની કાલિંદી કુંજમાં પૂર્વોત્તર રાજ્યની રહેવાસી 17 વર્ષીય કિશોરીની સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવતા ચકચારી મચી જવા પામી છે. પ્રથમ તો આ કિશોરીને જબરદસ્તી લગ્ન માટે મજબૂર કરવામાં આવી હતી. કિશોરીએ જ્યારે લગ્ન માટે આનાકાની કરી તો તેના પર ઘરમાં જ દુષ્કર્મ આચરવામાં આવ્યું. કાલિંદી કુંજ પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કર્મ, છેડતી, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો લગાવી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. કિશોરી સાથે પરાણે વેવિશાળ કરનારા પતિ સહિત ફરાર ત્રણ આરોપીઓની તપાસ ચાલી રહી છે.

દક્ષિણ પૂર્વ જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોવાહાટી, અસમની રહેવાસી 17 વર્ષીય કિશોરી પોતાના કાકાની સાથે બે દિવસ પૂર્વે કાલિંદી કુંજ પોલીસ સ્ટેશને પહોંચી હતી. કિશોરીએ પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં કહ્યું કે મદનપુર ખાદમાં રહેવાવાળો મધુ, મનુવર હુસૈન, અરુફુલ અને નીલચંદ ઉર્ફ બાદશાહે ઘરમાં ગોંધી રાખીને તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

સામૂહિક દુષ્કર્મના આરોપને અંજામ આરોપી મધુ અને મનુવર હુસૈનના પિતા નૂર અખ્તરના ઘરમાં આપવામાં આવ્યો હતો. બંને આરોપીઓ સગા ભાઈ છે. કિશોરીએ ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે તેને મધુની સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. કિશોરીની ફરિયાદના આધાર પર છેડતી, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ લગાવી કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. મેડિકલ તપાસમાં પણ કિશોરની સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટી થઈ છે.

કાલિંદી કુંજ થાના પોલીસે નીલચંદ્ર અને નૂર અખ્તરની ધરપકડ કરી લીધી છે. હાલ કિશોરીના પતિ સહિત અન્ય ત્રણની તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓ અસમના રહેવાસી હોવાથી અસમ ફરાર થઈ ગયા હોવાની પોલીસને બાતમી મળી છે. પોલીસે એમ પણ જણાવ્યું કે, આરોપીઓએ મધુના જબરદસ્તી લગ્ન કરાવી દીધા હતા, કિશોરીએ લગ્ન માટે ઈન્કાર કર્યો તો દુષ્કર્મને અંજામ આપ્યો. ઘટના બન્યા બાદ કિશોરી ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, જે પ્રકારે લગ્ન કરાવવામાં આવ્યા છે તે માન્ય નથી. સાથે જ કન્યા સગીર છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments