Team Chabuk-National Desk: વિશ્વભરમાં કોરોના મહામારીને કાબૂમાં કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાત વેક્સિનને માન્યતા આપી ચૂક્યું છે. જેમાં મોડર્ના, ફાઈઝર, જ્હોન્સન એન્ડ જ્હોન્સન, ઓક્સફોર્ડની એસ્ટ્રાજેનેકા, ભારતની કોવીશિલ્ડ અને ચીનની સીનોફાર્મ અને સીનોવૈક સામેલ છે. ટીકાની હરણફાળ દોડમાં ભારત તરફથી બે વેક્સિન બનાવવામાં આવી. એક કોવિશિલ્ડ અને બીજી કોવેક્સિન. કોવિશિલ્ડ બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરી હતી. જેનું ઉત્પાદન ભારતના પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કરે છે. બીજી બાજુ કોવેક્સિન સંપૂર્ણ રીતે સ્વદેશી છે. જેનું નિર્માણ ભારત બાયોટેક કંપની કરે છે.

કોવિશિલ્ડને WHO તરફથી માન્યતા મળી ચૂકી છે. પણ કોવેક્સિનને હજુ સુધી મંજૂરી પ્રાપ્ત નથી થઈ. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન 26 ઓક્ટોબરના રોજ કોવેક્સિનને ઈમરજન્સી મંજૂરી આપવાની દિશામાં મહત્વપૂર્ણ બેઠક કરવાનું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોવેક્સિનને જલ્દી જ માન્યતા પ્રાપ્ત થઈ જશે. ભારત બાયોટેકે પણ જણાવ્યું હતું કે, કંપનીએ ઈમરજન્સી પ્રયોગની મંજૂરી માટે તમામ દસ્તાવેજ WHOને સોંપી દીધા છે. દેશમાં લોકોએ કોવેક્સિનનો ડોઝ પણ લીધો છે. જોકે તેને અત્યાર સુધી માન્યતા ન મળવાના કારણે વિદેશ જવામાં લોકોને અડચણ આવી રહી છે. દેશના પ્રધાનમંત્રીએ પણ કોવેક્સિનના જ બે ડોઝ લીધા હતા.

ભારતમાં 100 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા તેમાં કોવેક્સિન અને કોવિશીલ્ડ બંનેનો સમાવેશ થાય છે. ભારતમાં બનેલી કોવિશિલ્ડને 46 દેશ દ્વારા માન્યતા આપવામાં આવી છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, બેલારુસ, લેબનાન, આર્મેનિયા, યુક્રેન, બેલ્જિયમ, હંગેરી, સર્બિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતના પાડોશી દેશ નેપાળ, માલદીવ અને કેટલાય અન્ય દેશોએ વેક્સિનને માન્યતા આપી છે.

બ્રિટને કોવિશિલ્ડ વેક્સિનની બંને ડોઝ લેવા છતાં દેશમાં આવનારા ભારતીયોને ફરજિયાત દસ દિવસ માટે ક્વોરન્ટાઈનનો નિયમ લાગુ કર્યો હતો. જવાબમાં ભારતે પણ બ્રિટિશ નાગરિકોને ભારતમાં આવવા પર દસ દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈનનો નિયમ લગાવ્યો હતો. આ સિવાય દેશમાં પહોંચીએ ત્યારે અને ક્વોરન્ટાઈન પૂર્ણ થાય ત્યારે કોરોના ટેસ્ટનો નિયમનું પણ અમલીકરણ કરવા કહ્યું હતું. જોકે એ પછી બંને દેશોએ આ નિર્ણય પરત ખેંચ્યો હતો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોવેક્સિનને માન્યતા ન આપી હોવા છતાં કેટલાય દેશ એવા છે જે તેને માન્યતા આપી ચૂક્યા છે. જેમાં ગુયાના, ઈરાન, મોરેશિયસ, મેક્સિકો, નેપાળ, પેરાગ્વે, ફિલીપાઈન્સ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત