Homeગામનાં ચોરેભગતસિંહ પર નાટકની તૈયારી માટે બાળકે ફંદો ગળામાં નાખ્યો અને...

ભગતસિંહ પર નાટકની તૈયારી માટે બાળકે ફંદો ગળામાં નાખ્યો અને…

Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશના જનપદ બદાયુંમાં એક બાળકનું શહીદ ભગતસિંહના નાટકનું રિહર્સલ કરતી વખતે મૃત્યુ થયું. આ બાળક 15મી ઓગસ્ટે શહીદ ભગતસિંહનું નાટક ભજવવા માટેની તૈયારી કરી રહ્યો હતો. નાટકના ભાગરૂપે બાળકે સ્ટૂલ પર ચઢી ગળામાં ફાંસીનો ફંદો નાખ્યો પરંતુ આ નાટક હકીકતમાં બદલાય ગયું. બાળકે ગળામાં નાખેલા ફંદાથી તેને સાચે ગળે ટૂંપો દેવાઈ ગયો. આરોપ છે કે, આ દુર્ઘટના બાદ તેના પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ બાળકના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. બીજી તરફ દુર્ઘટના બાદ સમગ્ર ગામમાં માતમ છવાયો છે.

10 વર્ષીય માસૂમે ગુમાવ્યો જીવ

બાબટ ગામમાં રહેતાં ભૂરે સિંહનો 10 વર્ષીય પૂત્ર શિવમ ઘરે એકલો હતો. જે બાદ શેરીના અન્ય બાળકો પણ આવ્યા અને સ્વતંત્રતા દિવસ પર નાટકની તૈયારી કરવા લાગ્યા. આ નાટકમાં શિવમ ભગતસિંહનું પાત્ર ભજવી રહ્યો હતો. નાટકમાં શરૂઆતમાં બધુ બરાબર ચાલ્યું ત્યારબાદ ફાંસીના માચડાવાળા દ્રશ્ય માટે શિવમ સ્ટૂલ પર ચઢ્યો અને ફંદો પોતાના ગળામાં નાખી દીધો. જો કે, આ દરમિયાન કોઈ કારણોસર સ્ટૂલ તેના પગમાંથી ખસી ગયુ અને તે ફંદા પર સાચે જ લટકવા લાગ્યો.

..બહુ મોડું થઈ ગયું

હાજર બાળકો ડરી ગયા અને બૂમાબૂમ કરવા લાગ્યા. બાળકોની બૂમો સાંભળીને કેટલાક લોકો ઘરે આવ્યા પણ ખરા જો કે, ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. શિવમના શરીરમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ત્યારબાદ લોકોએ ખેતરમાં કામ કરી રહેલાં શિવમના માતા-પિતાને બોલાવ્યા હતા અને શિવમના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. દુર્ઘટના બાદ તરત જ શિવમના અંતિમ સંસ્કાર કરી દેવાયા.

પોલીસના ધ્યાને આવ્યો કેસ

ગામના એક આગેવાને કહ્યું કે, બાળકો ઘરમાં રમી રહ્યા હતા. તેના માતા-પિતા હાજર ન હતા. ત્યારે જ દુર્ઘટના બની અને તેનું મોત થયું. બીજી તરફ બદાયુના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મામલો સામે આવતા પોલીસકર્મીઓને ગામમાં મોકલ્યા હતા. જો કો, બાળકનું મોત કઈ રીતે થયું તેની જાણકારી મળી ન હતી. લોકોનું કહેવું છે કે, નાટક ભજવતી વખતે જ બાળક સ્ટૂલ પરથી પડ્યો અને તેનું મોત થયું.  આ મુદ્દે એક ટીમ તપાસ કરી રહી છે. તપાસ બાદ જે તથ્ય સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments