Homeગામનાં ચોરેમાછીમારે માછલી પકડવા જાળ પાણીમાં નાખી અને તેમાં તેની માતાનો મૃતદેહ જ...

માછીમારે માછલી પકડવા જાળ પાણીમાં નાખી અને તેમાં તેની માતાનો મૃતદેહ જ ફસાયો

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક માછીમારે રાતના સમયે માછલી પકડવા જાળને પાણીમાં નાખીને રાખી હતી. સવારે કંઈક ફસાતા એ ખુશ થયો હતો. જ્યારે તેણે જાળ ખેંચી તો તેના હાથમાં તેની જ માતાનો મૃતદેહ આવ્યો હતો. કંપારી અને અરેરાટી ઉપજાવતી આ ઘટનાના કારણે માછીમાર કંઈ બોલવા સુધીની સ્થિતિમાં નહોતો રહ્યો. તેણે આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી અને હત્યા થઈ હોવાની રિપોર્ટ લખાવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ હોસ્પિટલે પોસ્ટમોર્ટ માટે મોકલી દીધો છે.

લખનઉના મલિહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારનાં રુસેના ગામમાં રહેતા માછીમાર રામવિલાસ પોતાની માતા રામકલી અને બે પુત્ર રામનાથ, શ્યામુ અને ત્રણ દીકરીઓની સાથે રહે છે. ગામની બહાર જ ખેતર છે જ્યાં રામવિલાસની માતા રામકલી શાકભાજીની રખેવાડી કરે છે, તો ખેતરની પાસે આવેલ વહેતા પાણીના નાળામાં રામવિલાસ માછલી પકડવાનું કામ કરે છે.

જે દિવસે આ ઘટના ઘટી હતી ત્યારે રામવિલાસ ખેતરે જઈ પોતાની માતને ભોજન દીધા બાદ માછલી ફસાય આ માટે વહેતા પાણીમાં જાળ નાખી ચાલ્યો ગયો હતો. રામવિલાસ સવારે જ્યારે ખેતર પહોંચ્યો તો ત્યાં તેની માતા હાજર નહોતી. લાંબા સમય સુધી તેણે માતાની પ્રતીક્ષા કરી હતી, ખેતરની આસપાસ પણ જોયું પણ ક્યાંય દેખાય નહીં. થાકીને તે નાળા પાસે ગયો હતો અને જાળમાં માછલી ફસાઈ છે કે નહીં તે જોવા જાળ ખેંચી હતી.

જાળ ભારી લાગતા રામવિલાસ ખુશ થયો હતો, પણ જ્યારે જાળ ખેંચાઈને બહાર આવી હતી ત્યારે રામવિલાસના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ હતી, કારણ કે ક્યાંય ન મળી રહી તેની માતાની લાશ તેની જ જાળમાં ફસાયેલી હતી. આ જોઈ રામવિલાસ સન્ન રહી ગયો હતો. આ ઘટનામાં પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ‘મલિહાબાદના રામવિલાસ અને તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે કે તેની માતાની હત્યા થઈ છે. રામવિલાસના પિતાની પણ આજથી દસ વર્ષ પહેલા મૃત્યુ થઈ હતી. જેમનું નામ છેદા હતું. પ્રાથમિક દૃષ્ટીએ લાગી રહ્યું છે કે મહિલા રાતના સમયે પાણીમાં પડી ગઈ અને તેમનું મૃત્યુ થયું. હાલ પરિવારજનો સાથે વાત કરી આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments