Team Chabuk-Political Desk: દેશમાં વધી રહેલી મોંઘવારી પાછળ નહેરું જવાબદાર હોવાનું ભાજપના એક મંત્રી કહી રહ્યા છે. ભાજપના મોટા નેતા અને મધ્ય પ્રદેશ સરકારના આરોગ્ય શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગે આજે એક વિવાદિત નિવેદન આપ્યું છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જ્યારે પત્રકારોએ તેઓને મોંઘવારી વિશે પુછવામાં આવ્યું તો તેમણે સીધો દોષનો ટોપલો જવાહરલાલ નહેરુ પર ઢોળી દીધો. ભાજપ સરકારના મંત્રી વિશ્વાસ સારંગ મોંઘવારી પાછળ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને જવાબદાર ગણાવી રહ્યા છે.
વિશ્વાસ સારંગે કહ્યું કે, આઝાદી પછી દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડીને મોંઘવારી વધારવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તેનો સમગ્ર શ્રેય નહેરુ પરિવારને જાય છે. મોંઘવારી એક-બે દિવસમાં નથી વધતી, અર્થવ્યવસ્થાના મૂળ એક-બે દિવસમાં મજબૂત નથી થતાં. 15 ઓગસ્ટ 1947ના દિવસે લાલ કિલ્લાની પ્રાચીરથી જવાહરલાલ નહેરુએ જે ભાષણ આપ્યું હતું તેના કારણે જ આ દેશની અર્થવ્યવસ્થા બગડી છે.
સારંગના નિવેદન પર વિવાદ
મધ્ય પ્રદેશની ભાજપ સરકારના મંત્રી વિશ્વાસ સારંગના આ વિવાદિત નિવેદનથી વિવાદ વકર્યો છે. વિશ્વાસ સારંગ અવાર નવાર જવાહરલાલ નહેરુને ટાર્ગેટ કરીને વિવાદિત નિવેદન આપતા રહે છે. તેઓ વારંવાર નહેરુનો ઉલ્લેખ કરતાં આવ્યા છે. ઘણી અસફળતાઓ માટે તેઓ નહેરુને જવાબદાર ગણી રહ્યા છે. વિશ્વાસ સારંગે અનેક વખત નિષ્ફળતાઓ માટે દોષનો ટોપલો નહેરુ પર ઢોળ્યો છે. પરંતુ આ વખતે મોંઘવારી અંગે તેમણે જે નિવેદન આપ્યું તે બાદ તેઓ સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બલિયાને કહ્યું કે, ‘તમારી જેવા મંદબુદ્ધિને આ ધરતી ઉપર લાવવાની ભૂલ પણ નહેરુજીએ જ કરી હતી. કેવા કેવા મંદબુદ્ધિના નેતા રાજ કરી રહ્યા છે અમારા દેશની જનતા ઉપર ?’
आप लोग जैसे मंदबुद्धि को धरती पे लाने की गलती भी नेहरू जी ने ही किया था!! कैसे कैसे मंदबुद्धि वाले नेता राज कर रहे है हमारे देश की जनता पर? https://t.co/Iv9fU5ZIzL
— MLA Naresh Balyan (@AAPNareshBalyan) July 31, 2021
મધ્ય પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ આ વિશ્વાસ સારંગના નિવેદનવાળો વીડિયો શેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પસંદગી પર પણ સવાલો ઉભા કર્યા છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘દેશમાં વધી રહેલી મોંઘવારી અને અર્થવ્યવસ્થા માટે નહેરુજીનું 15 ઓગસ્ટ 1947નું લાલ કિલ્લા પર આપેલું ભાષણ જવાબદાર ? કૈસો-કૈસો કો દિયા હૈ, એસે વૈસો કો મિલા હૈ ? શિવરાજજીના મંત્રીમંડળના વધુ એક હોનહાર મંત્રી ?’
देश में बढ़ती महंगाई व अर्थव्यवस्था के लिये नेहरू जी का 15 अगस्त 1947 का लाल क़िले पर दिया भाषण ज़िम्मेदार…?
— Narendra Saluja (@NarendraSaluja) July 31, 2021
कैसों- कैसों को दिया है , ऐसे वैसों को मिला है…?
शिवराज जी के मंत्रीमंडल के एक और होनहार मंत्री…? pic.twitter.com/2dVr22qNFY
વિશ્વાસ સારંગના આ નિવેદન પર વિવાદ થયો છે પરંતુ વિશ્વાસ સારંગ પોતાના નિવેદન પર અડગ છે. તેમણે આ નિવેદન પર કોઈ સ્પષ્ટતા કરી નથી અને નિવેદન પર અડગ છે. તેમણે કહ્યું કે, ‘નહેરુજીએ ખોટી રીતે ઔધોગિકરણને પ્રોત્સાહન આપ્યું પરંતુ તે સમયે ખેતી આધારિત ઔધોગિકરણની જરૂર હતી. કેમ કે આજે પણ આપણી 60 ટકા અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત છે. મારા નિવેદન પછી કોંગ્રેસ નેતાઓના પેટમાં દુઃખી રહ્યું છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત