ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા ગાયત્રી પ્રજાપતિ હવે તો ચર્ચામાં ન રહે તો ચર્ચાનો વિષય છે. ગાયત્રી પ્રજાપતિના અમેઠી વિસ્તારમાં આવેલા ઘર પર 30 ડિસેમ્બરના રોજ પ્રવર્તમાન નિદેશાલય (ED) એ દરોડા પાડ્યા. દરોડા પાડતા જ અગિયાર લાખ રૂપિયાની જૂની નોટો મળી આવી. એ સિવાય પાંચ લાખ રૂપિયાના સાદા સ્ટેમ્પ પેપર, લગભગ દોઢ લાખ રૂપિયા રોકડા ને સોથી વધારે કંપનીઓની બેનામી સંપત્તિના દસ્તાવેજો પણ હાથ લાગી ગયા. ગાયત્રી પ્રજાપતિ પર આરોપ છે કે લખનઉ, કાનપુર, મુંબઈ, સીતાપુરક સહિતના છ વિસ્તારોમાં તેમની સંપત્તિઓ છે. આ બેનામી સંપત્તિઓ નજીકના સગા સંબંધીઓ, અંગત સહાયકો અને ડ્રાઈવરોના નામ પર છે.
ગાયત્રી પ્રજાપતિ છે કોણ ?
પૂરુ નામ છે ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ. જેણે 1995ની સાલમાં સમાજવાદી પાર્ટી જોઈન કરી હતી. 1996 અને 2002માં અમેઠીથી ચૂંટણી લડી હતી પણ અમેઠી કોંગ્રેસનો ગઢ હોવાથી પરાજીત થઈ ગયા. પણ સંબંધો સારી રીતે બનાવતા આવડતા હોવાના કારણે મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ સાથે તુરંત ફિટ થઈ ગયા. 2021માં તેમને ફરી ટિકિટ આપવામાં આવી. આ વખતે ગાયત્રી યાદવે અમેઠી જીતી લીધું. ધારાસભ્ય બન્યા. સમાજવાદી પાર્ટીની સરકાર બની ગઈ અને ફેબ્રુઆરી મહિનામાં એમને સિંચાઈ મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા.
વાત એ જ વર્ષની છે. જુલાઈ મહિનો ચાલતો હતો ત્યારે મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો જેમાં તેમને સ્વતંત્ર હવાલો સોંપી દેવામાં આવ્યો. અને પછી જાન્યુઆરી 2014ની સાલ આવતા આવતા ખનન મંત્રી બની ગયા. ખનન મંત્રીપદે જ તેમની રાજનીતિક કારકિર્દીની ખોદાઈ કરી નાખી.
ગાયત્રી પ્રજાપતિની મુશ્કેલીઓ ત્યારે વધી જ્યારે ખનન મંત્રી હોવા છતાં ઉત્તર પ્રદેશના સાત જિલ્લાઓમાં ખોટી રીતે ખનન કરવાની અનુમતિ આપી દેવાનો જડબાતોડ આરોપ લાગી ગયો. નિયમોની ઐસી કી તૈસી કરતા ખનન પ્રવૃતિ કરવામાં આવી. 2016ની સાલમાં ઈલાહબાદ હાઈકોર્ટે આ કેસની તપાસ CBIને સોંપી દીધી. 2019ની સાલમાં CBIએ આ કેસમાં 12 જગ્યાઓ પર દરોડા પાડ્યા. અને હવે આ જ કેસમાં આગળ વધતા ગાયત્રી પ્રજાપતિના નિવાસસ્થાને વધારે એક દરોડો પાડવામાં આવ્યો છે.
દુષ્કર્મનો પણ આરોપ લાગ્યો છે
2016ના વર્ષમાં ચિત્રકૂટની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ગાયત્રી પ્રજાપતિએ તેમની અને તેમની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. ફેબ્રુઆરી 2017માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગાયત્રી પ્રજાપતિ વિરૂદ્ધ FIR ફાઈલ કરવામાં આવી. થોડા સમય સુધી ફરાર રહ્યા પછી માર્ચ 2017ના વર્ષમાં તેમની ધરપકડ કરવામાં આવી.
મહિલાએ વર્ણવેલી આપવીતી કંઈક એવી છે કે, ગાયત્રી પ્રજાપતિએ ત્રણ વર્ષ પહેલા એક મહિલાની ચામાં નશીલો પદાર્થ નાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તસવીરો પણ લીધી હતી. તસવીરો દ્વારા જ મહિલાને ગાયત્રી પ્રજાપતિએ બ્લેકમેલ કરી અને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું.
લગભગ સાડા ત્રણ વર્ષ જેલમાં વિતાવ્યા પછી આ વર્ષે, 4 સપ્ટેમ્બરના રોજ, ઈલાહબાદ કોર્ટે રેપ કેસમાં તેમને જામીન આપ્યા. સાત દિવસ પછી તેમની પાછી ધરપકડ કરી લેવામાં આવી. કયા કેસમાં ? ઠગબાજીના કેસમાં.
તોય ચૂંટણી લડ્યા
આરોપ તો તેમના પર પહેલા જ ઘણા લાગેલા હતા અને તેઓ 2017ની લોકસભાની ચૂંટણી નહીં લડ્યા હોય એવું આપને લાગતું હશે, પણ ગાયત્રી પ્રજાપતિ આટલા આરોપ છતાં 2017ની વિધાનસભાની ચૂંટણી લડેલા. લડેલા અને બીજા પાયદાન પર રહ્યા હતા. વિજેતા ભાજપના નેતા ગરિમા સિંહ બન્યા હતા. ગરિમા સિંહને કુલ 63912 વોટ અને ગાયત્રીને 58941 વોટ મળ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત