Homeગામનાં ચોરેવર્ષના અંતિમ દિવસે મુકેશ અંબાણીએ JIO ગ્રાહકોને મોટી ભેટ આપી

વર્ષના અંતિમ દિવસે મુકેશ અંબાણીએ JIO ગ્રાહકોને મોટી ભેટ આપી

2020નો આજે છેલ્લો દિવસ છે. 365 દિવસની ભયાનકતાનો આજે અંત થશે. જોકે આવતીકાલે પધરામણી કરનારું વર્ષ કેવું રહેશે તે તો આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે. 2020માં ખૂબ ઓછી એવી ઘટનાઓ બની જેણે લોકોના ચહેરા પર સ્મિત રેલાવી દીધું. આમ તો નવા વર્ષના હિંડોળા પર બેસીને લોકો ધીમે ધીમે હિંચકા ખાઈ અને હરખાતા જાય, પણ 2020નો હિંડોળો એવો હતો જાણે ભીમે હિડિમ્બાને હિંચકો નાખી ઘા કરી દીધી હોય. આ નવા વર્ષમાં મુકેશ અંબાણીની કંપની ઘણી અલગ રીતે ચર્ચામાં રહી.

ખેડૂત આંદોલનમાં JIOના કાર્ડ કાઢી નાખી બીજી કંપનીના કાર્ડ યુઝ કરવાની વાતો થતી હતી. જેના કારણે ખેડૂત આંદોલનને ડિજિટલ વેગ મળ્યો હતો. ખેડૂતોના સમર્થનમાં જે લોકો ત્યાં સુધી નથી પહોંચી શક્યા તેઓ પણ આ રીતે તો વિરોધ નોંધવી રહ્યા હતા. પણ હવે વર્ષના અંતે પોતાના ગ્રાહકોને ભેટ આપવા માટે JIO એક નવી સ્કિમ સાથે આવી ગયું છે. અને એ સ્કીમ આવનારા દિવસોમાં બીજા કાર્ડમાલિકો પણ પોતાના ગ્રાહકો માટે લાવી શકે છે.

JIO દ્રારા એલાન કરવામાં આવ્યું છે કે એક જાન્યુઆરી 2021થી તમામ લોકલ વોયસ કોલ ફ્રી હશે. થોડા સમય પહેલા જ રિલાયન્સ JIOએ પોતાના ગ્રાહકો પાસેથી JIOથી બીજા નંબર પર ફોન ડાયલ કરવાના પૈસા લેવાની શરૂઆત કરી હતી. જેનાથી તેના ગ્રાહકો રોષે ભરાયા હતા. તો પણ કંપનીએ અગણિત પ્લાન લોન્ચ કર્યા હતા.

રિલાયન્સ JIO એ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરોટી ઓફ ઈન્ડિયા (TRAI)ના  આદેશ પ્રમાણે એક જાન્યુઆરીથી ડોમેસ્ટીક વોયસ કોલ માટે ઈન્ટરકનેક્ટ યુઝ ચાર્જ (IUC) બંધ કરવામાં આવી રહ્યા છે. અર્થાત્ JIOથી બીજા કોઈ નેટવર્ક પર ફોન લગાડશો તો પૈસા નહીં લાગે.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019માં રિલાયન્સ JIOએ નક્કી કર્યું હતું કે, બીજા કોઈ નેટવર્ક પર JIO દ્વારા ફોન કરવામાં આવશે તો પૈસા લાગશે. આ માટે કંપનીએ TRAI દ્વારા ICU ચાર્જનો હવાલો આપ્યો હતો. હવે TRAI એ ICUને પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. અને આ કારણે જ રિલાયન્સ JIOએ પણ લોકલ ઓફનેટ કોલને ફ્રી કરી દેવાની જાહેરાત કરી દીધી છે.

જોકે અહીં ફ્રી ઓફ નેટ કોલિંગનો એ અર્થ નથી કે JIO કસ્ટમર્સ કોઈ પ્લાન વગર એક્ટિવેટ કરેલા ફ્રિ કોલિંગ કરી શકશે. પહેલાના કોઈ પણ પ્લાન હશે તે એમ જ કાર્યરત રહેશે. એટલે કે જેટલી તમારા પ્લાનની માન્યતા હશે તેમાં ઓન નેટ અને ઓફ નેટ કોલિંગ માટે ચાર્જ નહીં લાગે. સપ્ટેમ્બરથી કંપનીએ JIOથી બીજા નંબર પર કોલિંગના પૈસા લેવાની શરૂઆત કરી દીધી હતી. સપ્ટેમ્બર પછી કંપનીએ ICU સાથે સંલગ્ન કેટલાક પ્લાન પણ લોન્ચ કર્યા હતા.

તેમાંથી JIOથી બીજા નંબર પર લોકલ કોલિંગ માટે મિનિટ આપવામાં આવતી હતી. એટલે કે રિલાયન્સ JIO યુઝર્સ માટે વર્ષના અંતિમ દિવસે સારી ખબર આવી રહી છે. રિલાયન્સ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવી એ પછી બીજી કેટલીક કંપનીઓએ પણ ઓફ નેટ કોલિંગના પૈસા લેવાની શરૂઆત કરી દીધી હતી. પણ હવે TRAI એ ICU ચાર્જ હટાવવાનું એલાન કરતા બીજી કંપનીઓ પણ આવું જલ્દી જ કરી શકે છે. રિલાયન્સ JIOએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, કંપનીએ પોતાના વાયદાને પૂર્ણ કર્યું છે. ICU પૂર્ણ થતાં જ લોકલ કોલને ફ્રી કરી દીધા છે. JIOથી JIO લોકલ કોલ ફ્રી જ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments