Homeગામનાં ચોરેમહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટરમાં 13 નક્સલીઓ ઠાર

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટરમાં 13 નક્સલીઓ ઠાર

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં મોડી રાતે થયેલી એક એન્કાઉન્ટરમાં 13 નક્સલીઓ ઠાર મરાયા છે. મળતી માહિતી પ્રમાણે, અત્યાર સધી 6 નક્સલીઓના મૃતદેહ હાથ લાગ્યા છે. ગઢચિરોલીના ડીઆઈજી સંદીપ પાટિલે આ અંગેની પુષ્ટિ કરી છે. હજુ પણ સી-60 કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે થોડી થોડી વારે ફાયરિંગ થઈ રહ્યું છે. સંદીપ પાટિલના જણાવ્યા અનુસાર, 6 નક્સલીઓના મૃતદેહ મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર આવેલા ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લીના કટીમા જંગલમાંથી મળી આવ્યા છે.

નક્સલીઓએ ગત મહિને ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લી તાલુકાના ગુટ્ટા પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જો કે વિસ્ફોટ ન થવાના કારણે જાનહાનિ ટળી હતી. જો કે નક્સલીઓએ પોલીસ સ્ટેશનને ઉડાવવાની જો કોશિશ કરી હતી તેને મોટી ઘટના માનવામાં આવી રહી હતી. માનવામાં આવે છે કે નક્સલીઓએ કરેલી આ હરકત પછી જ સી-60 કમાન્ડોએ આ જવાબી કાર્યવાહી કરી છે.

આ પહેલા ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેઈન માટે એકઠા થયેલા નક્સલીઓ સાથે ગઢચિરોલી પોલીસને 29 માર્ચે અથડામણ થઈ હતી. જેમાં કુખ્યાત નક્સલી રુસી રાવ સહિત પાંચ નક્સલી માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરના વિરોધમાં નક્સલીઓએ 12 એપ્રિલે ગઢચિરોલી બંધનું એલાન આપ્યું હતું. 12 એપ્રિલે ઘણા જગ્યાએ નક્સલીઓએ રોડ કન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવાતા મશીનોમાં આગ લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગઢચિરોલી જિલ્લાની સ્થાપના પછી તમામ વિસ્તારમાં નક્સલી પ્રવૃત્તિઓ વધી ગઈ છે. જેના પર પ્રતિબંધ લગાવવા માટે તત્કાલિન એસપી કેપી રઘુવંશીએ 1 ડિસેમ્બર 1990ના રોજ સી-60 એન્ટી નક્સલ કમાન્ડોની સ્થાપના કરી હતી. હાલ આ ફોર્સમાં માત્ર 60 વિશેષ કમાન્ડોની ભરતી કરવામાં આવી છે. જેથી તેને સી-60 નામ આપવામાં આવ્યું છે. નક્સલી ગતિવિધિઓ અટકાવવા માટે ગઢચિરોલી જિલ્લાને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો ઉત્તર વિભાગ અને બીજો દક્ષિણ વિભાગ.

સી-60 કમાન્ડોને વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે. આ કમાન્ડોને દિવસ-રાત કોઈ પણ સમયે કાર્યવાહી કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમની ટ્રેનિંગ હૈદરાબાદ, એનએસજી કેમ્પ મનેસર, કાંકેર, હજારીબાદમાં થાય છે. નક્સલ વિરોધી અભિયાન ઉપરાંત આ જવાનો નક્સલીઓના પરિવાર, સગા-સંબંધીઓને મળીને સરકારની યોજનાઓ વિશેની સમજ આપીને તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાના પણ પ્રયત્નો કરે છે. નક્સલી વિસ્તારમાં સી-60 કમાન્ડો સમસ્યાઓની જાણકારી પણ મેળવે છે.

આ પહેલા 3 મે 2019ના રોજ ઘાત લગાવીને બેઠેલા 100થી વધુ નક્સલીઓએ આવો જ એક હુમલો કર્યો હતો. ગઢચિરોલીમાં થયેલા આઈઆઈડી બ્લાસ્ટમાં 15 QRT જવાન શહીદ થયા હતા. આ હુમલા પાછળ ઉત્તર ગઢચિરોલીના સીપીઆઈ (માઓવાદી)નો કમાન્ડર ભાસ્કર માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments