Homeગામનાં ચોરે15 વર્ષના છોકરાએ કહ્યું, ‘મારી માતા અને તેની બહેનપણી પતિ પત્નીની જેમ...

15 વર્ષના છોકરાએ કહ્યું, ‘મારી માતા અને તેની બહેનપણી પતિ પત્નીની જેમ રહે છે મારી બલિ ચડાવવા માગે છે.’

Team Chabuk-National Desk: તમિલનાડુના ઈરોડામાં 15 વર્ષના એક છોકરાએ પોલીસ અધિક્ષક (એસપી) પાસે જઈ પોતાની માતા પર જે આરોપ લગાવ્યા છે તેનાથી ખૂદ એસપી હચમચી ગયા છે. છોકરાએ પોલીસ સ્ટેશને જઈ પોતાની માતાની ફરિયાદ દાખલ કરતાં કહ્યું છે કે, તેની માતા તેની અને તેના આઠ વર્ષીય નાના ભાઈની હત્યા કરી બલિ ચડાવવા માગે છે.

આ છોકરાના પિતાનું નામ રામલિંગમ અને માતાનું નામ રંજીતા છે. હાલમાં જ રામલિંગમના ઈન્દુમતી નામની એક અન્ય મહિલા સાથે બીજા લગ્ન થયા છે. એટલે કે એક જ ઘરમાં બે પત્નીઓ રહે છે.

રામલિંગમની બીજી પત્નીની બહેનપણી ધનલક્ષ્મીએ તેમના ઘરમાં આવવાની શરૂઆત કરી દીધી હતી. 15 વર્ષીય છોકરાએ આરોપ લગાવ્યો છે કે રંજીતા અને ધનલક્ષ્મી આપત્તિજનક વર્તન કરે છે, જાણે બંનેના લગ્ન થઈ ગયા હોય. જેના પ્રમાણ રૂપે તેણે એક વીડિયો પણ બતાવ્યો હતો. છોકરાએ દાવો પણ કર્યો કે રંજીતા અને ધનલક્ષ્મી એકબીજાને શિવ અને શક્તિના સ્વરૂપ કહે છે. જો છોકરાઓ ન માને તો રંજીતા બંને છોકરાઓનું ઉત્પીડન કરે છે.

છોકરાએ આપેલા નિવેદનના આધારે તેણે હાલમાં જ રંજીતા અને ધનલક્ષ્મીના મોઢે સાંભળ્યું હતું કે એ તેની અને તેના નાના ભાઈની બલિ ચડાવવા માગે છે. એ પછી છોકરાઓ તેના નિવાસસ્થાનેથી ભાગીને દાદા દાદી પાસે ચાલ્યા ગયા હતા. આ સમગ્ર પ્રકરણમાં તેના પિતા રામલિંગમ અને તેની બીજી પત્ની ઈન્દુમતી કંઈ પણ બોલવા તૈયાર નથી.

દાદા દાદીએ જ બંને બાળકોની સાથે જઈને ઈરોડના એસપી થાંગાદુરઈ પાસે ફરિયાદ દાખલ કરાવી હતી. સાથે જ બાળકોના જીવને રંજીતા અને ધનલક્ષ્મીથી ખતરો હોવાનું કહ્યું હતું. એસપી થંગાદુરઈના જણાવ્યા અનુસાર ફરિયાદને આધારે હવે નજીકનું પોલીસ સ્ટેશન આ સમગ્ર ઘટના અંગે તપાસ કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments