Homeગામનાં ચોરે18 વર્ષીય યુવતીની સુહાગરાત દરમિયાન મોત થવા પાછળ નીકળ્યું આ કારણ

18 વર્ષીય યુવતીની સુહાગરાત દરમિયાન મોત થવા પાછળ નીકળ્યું આ કારણ

Team Chabuk-International Desk: બ્રાઝીલના ઈબિરાટ શહેરમાં 18 વર્ષીય યુવતીનાં લગ્ન ધામધૂમપૂર્વક 29 વર્ષીય યુવકની સાથે તેના ઘરની નજીક આવેલા ફાર્મહાઉસમાં થયા હતા. લગ્ન બાદ આ કપલ ખૂબ જ ખુશ હતું. જોકે આ આનન્દ લાંબો સમય ટક્યો નહોતો.

પોલીસના જણાવ્યા અનુસાર લગ્ન બાદ પહેલી વખત સેક્સ દરમિયાન યુવતીની તબિયત અચાનક બગડી ગઈ હતી. જ્યાં સુધી પતિ કંઈ સમજી શકતો એ જમીન પર ગબડી પડી હતી. આ જોઈ પતિ ચિંતિત થઈ ગયો હતો. તેણે તાત્કાલિક પાડોશીઓ પાસે મદદ માગી હતી.

પત્નીએ જ્યારે હોસ્પિટલ માટે ટેક્સી લાવવાનું કહ્યું અને પતિ ટેક્સી લાવવા માટે ગયો ત્યારે ટેક્સી ચાલકે જવાની ના પાડી દીધી હતી. એ પછી અન્ય એક ટેક્સી ડ્રાઈવરની મદદ માગી પણ એણે પણ ના પાડી દીધી હતી. ડઘાઈ ગયેલા પતિએ આખરે ઈમરજન્સી સેવાનો સંપર્ક સાધ્યો હતો.

જ્યારે પેરામેડિક્સ સ્ટાફ તેના ઘરે પહોંચ્યો હતો ત્યારે મહિલાનો શ્વાસ ચાલી રહ્યો હતો. પેરામેડિક્સની ટીમ આ પરથી એ નિષ્કર્ષ પર આવી કે મહિલાને હાર્ટ અટેક આવી ગયો છે. તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.

પતિએ આક્ષેપ કર્યો છે કે એમ્બ્યુલન્સ આવવામાં પણ આશરે એક કલાક જેટલો સમય લાગ્યો હતો. આ કારણે જ પત્નીનું મોત થઈ ગયું. જ્યારે ઈમરજન્સી સેવાઓ તરફથી પોતાના બચાવમાં એવું કહેવામાં આવ્યું છે કે બોલાવવામાં આવેલ પ્રથમ એમ્બ્યુલન્સ કેન્સલ થઈ ગઈ અને બીજી એમ્બ્યુલન્સ 21 મિનિટ બાદ આવી હતી.

મૃત્યુ બાદ મહિલાના દેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં જાણ થઈ કે મહિલાને બ્રોમ્કાઈટીસ નામની બીમારી હતી. પોલીસે કહ્યું કે, યુવતીના શરીરમાં કોઈ પણ પ્રકારના હિંસાના નિશાન નહોતા. પોલીસ પણ તેની મોત આકસ્મિક માની રહી છે. પાડોશીઓએ પણ જણાવ્યું કે મહિલાની મોત પહેલા તેમને કોઈ પણ પ્રકારનો અવાજ કે રાડારાડી સાંભળવા નહોતી મળી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments