Team Chabuk- National Desk: પોલીસનું નામ પડે એટલે આપણાં મનમાં બે દ્રશ્યો સામે આવે છે. એક સારા પોલીસકર્મીઓ જેઓ ક્યારેય ખોટું નથી કરતાં. બીજા એવા પોલીસકર્મીઓ જેઓ ક્યારેય સાચુ કામ નથી કરતા. બસ લોકોને ધમકાવવા અને દારૂડિયાઓ, બુટલેગરો અને નેતાઓની હંમેશા તરફદારી કરવી એ જ તેમનું કામ હોય છે. આજની જે ઘટના વિશે વાત કરવાના છીએ તે કંઈક આવી જ છે. આ ઘટના એવી છે કે તમને પણ કહેવાનું મન થશે તે ભાઈ તમે પોલીસની વર્દી શું કામ પહેરી છે ? આ વર્દી ઉતારો, રંગીન શર્ટ લો, પહેરો અને તેના ઉપરના બે બટન ખુલ્લા રાખીને દાદાગીરી કરો. કેમ કે તમારી તો ઈજ્જત નથી આ વર્દીની છે એની તો રેહવા દો.
20 પોલીસકર્મી બન્યા ખુુદાબક્ષ
આવા જ કેટલાક નફ્ફટ પોલીસકર્મીઓના કારણે ઉત્તરપ્રદેશ પોલીસ ફરી બદનામીના ઘૂંટડા પી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરાયો છે કે, 20 પોલીસકર્મી ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરતા ઝડપાઈ ગયા છે. એટલું જ નહીં જ્યારે પકડાયેલા પોલીસકર્મીઓને દંડ ભરવાનું કહ્યું તો તેઓએ ઉલટા દંડ ઉઘરાવનારા અધિકારીઓ પર જ હાવી થઈ ગયા હતા.
વાયરલ વીડિયોમાં ટીટીઈએ ( Travelling Ticket Examiner ) પોલીસકર્મી પાસે ટિકિટ માગી તો પોલીસકર્મીએ ગેરવર્તન કરતાં કહ્યું કે, શું ટિકિટ નહીં બતાવીએ તો ફાંસી પર ચઢાવી દેશો. પોલીસની આ હરકતની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે. આ ઘટના ઉત્તર પ્રદેશના બરેલી જંક્શનની હોવાનો દાવો કરાયો છે. કેટલાક દિવસ પહેલાં કેટલાક લોકો વગર ટિકિટે ટ્રેનની મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 20 પોલીસકર્મીઓ પણ સામેલ હતા. નિયમ મુજબ જ્યારે ટીટીઈએ તેમની પાસેથી દંડ માગ્યો તો ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ટીટીઈને કેસ કરવાની ધમકી આપી
પોલીસકર્મીઓએ રૌફ જમાવતા અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો. તેઓ એટલા સુધી ન અટકાતા ટીટીએને કેસમાં ફસાવાની ધમકી પણ આપી દીધી. એક પોલીસકર્મીએ તો હદ વટાવી દીધી. તેણે ટીટીઈને કહ્યું કે, જ્યારે તું મારી પાસે કોઈ કેસમાં પકડાઈશ તો તારી પર એટલા કેસ કરીશ કે તુ આજીવન યાદ રાખીશ.
હોબાળો એટલો વધી ગયો કે, ટીટીઈએ આરપીએફ બોલાવવાની ધમકી આપી જે બાદ પોલીસકર્મીઓ શાંત થયા. ડરના કારણે તેઓએ તરત દંડ પણ ભરી દીધો. આ ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરી રહેલા કુલ 45 લોકો પાસેથી 22 હજાર 350 રૂપિયા દંડ વસૂલાયો હતો. રેલવે અધિકારીઓ જણાવ્યા મુજબ અત્યારે માત્ર કોરોના સ્પેશલ ટ્રેન જ ચલાવાઈ રહી હતી. જેમાં માત્ર રિઝર્વેશન કરાવેલા મુસાફરોને જ એન્ટ્રી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ નબળુ પડતાં આ ટ્રેનમાં જનરલ કોચ લગાવાયા છે અને યાત્રિકોને થોડી છૂટછાટ પણ આપવામાં આવી છે. રેવન્યૂમાં નોંધાઈ રહેલી ઘટનાને કારણે ટ્રેનમાં ચેકિંગના આદેશ અપાયા છે.
દિલ્હી-રાજેન્દ્રનગર એક્સપ્રેસમાં બરેલી જંકશન પર તપાસ દરમિયાન, 45 મુસાફરોમાં 20 પોલીસકર્મીઓ સહિત, ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા પકડાયા હતા. વગર ટિકિટે આ મહાનુભાવો પ્રવાસ તો કરી રહ્યા હતા ઉપરથી દંડ ભરવાનો પણ ઈનકાર કરી રહ્યા હતા. દાવો છે કે, ટીટીઈ પોલીસે કરેલા ગેરવર્તન વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે. અને પોલીકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરશે જેથી અન્ય પોલીસકર્મીઓ આવું કરતાં પહેલાં વિચાર કરે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત