ગોવાબાપાઃ ચાબુક મને સવારે વહેલાં ઉઠવાની ટેવ છે એમ દેશના વડાપ્રધાનનેય વહેલા ઉઠવાની ટેવ છે. વડાપ્રધાન તો આજે સવારથી જ સમાચારોમાં છવાય ગયા. હજુ તો ઘણા લોકો ઉંઘતા હતા ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 6-30 કલાકે રસી લગાવી લીધી. આજે દેશભરમાં રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો. અને મુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી થયું. વડાપ્રધાને દિલ્હીની એઈમ્સમાં રસી લગાવ્યા બાદ દેશભરના મોટા મોટા નેતાઓની રસી લગાવવા માટે લાઈન થઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લગાવ્યા બાદ દેશના ઉપરાષ્ટ્રપતિ એવા વેંકૈયા નાયડુએ પણ રસી લગાવી. વેંકૈયા નાયડુએ ચેન્નઈની સરકારી મેડિકલ કોલેજમાં જઈને રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
વેંકૈયા નાયડુ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર, ડૉ. જીતેન્દ્ર સિંહ, રાજસ્થાનના ગવર્નર કલરાજ મિશ્રા, એનસીપી સુપ્રિમો શરદ પવાર જેવા નેતાઓએ કોરોનાની રસીનો ડોઝ લીધો. ચાબુક મહત્વની વાત એ છે કે નેપાળના આર્મી ચીફ પૂર્ણ ચંદ્ર થાપાએ પણ ભારતીય વેક્સિનનો ડોઝ લીધો છે.
આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન આવતીકાલે રસીનો પ્રથમ ડોઝ લેવાના છે. ગુજરાતના મુખ્ય આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ પણ આજે રસીનો ડોઝ લગાવ્યો હતો. સમાચાર છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી 15 દિવસ બાદ રસી લગાવશે. કેમ કે તેઓને તાજેતરમાં જ કોરોના થયો હતો. જેથી હાલ તેઓ રસી નહીં લગાવે.
ખડગેએ કહ્યું, ‘યુવાનોને રસી આપો‘
દેશભરમાં બીજા તબક્કાનુ રસીકરણ શરૂ થઈ ચૂક્યું છે. બીજા તબક્કામાં 60 વર્ષથી વધુની ઉંમર ધરાવતા અને ગંભીર બીમારીઓથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરનાને રસી આપવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લીકાર્જુન ખડગેએ યુવાનોને રસી આપવી જોઈએ તેમ કહ્યું છે. મલ્લીકાર્જુન ખડગેને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારે રસી લેશે ? જવાબમાં મલ્લીકાર્જુન ખડગેએ કહ્યું કે, મારી ઉંમર 70 વર્ષથી ઉપરની છે. મારા બદલે યુવાનોને રસી આપવી જોઈએ કેમ કે મારી સરખામણીએ તેઓ હજુ વધુ જીવવાના છે. મારી પાસે જીવવા માટે ફક્ત 10-15 વર્ષ બાકી છે.
I am above 70 years of age. You should give it (#COVID19 vaccine) to youngsters who have a longevity in life as opposed to me. I merely have 10-15 more years to live: Mallikarjun Kharge, Leader of Opposition in Rajya Sabha, when asked if he would take the vaccine jab pic.twitter.com/n5ljqmInZt
— ANI (@ANI) March 1, 2021
રાહુલ ગાંધીના પુશ અપ્સ અને પ્રિયંકાનો ડાન્સ
ચાબુક પાંચ રાજ્યમાં ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજકીય પક્ષો હવે પ્રચારમાં લાગી ગયા છે. દેશના ઘણાય રાજ્યમાં સાફ થઈ ચૂકેલી કોંગ્રેસ પાસે હવે જે રાજ્ય છે તેમાં સત્તા બચાવવા નેતાઓ લાગી ગયા છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના રાહુલ ગાંધીના પુશ અપ્સ અને પ્રિયંકા ગાંધીનો ડાન્સ જોવા મળ્યો છે. આસામમાં પ્રિયંકા ગાંધીએ ઝુમુર ડાન્સ કર્યો તો રાહુલ ગાંધીએ તામિલનાડુમાં પુશ અપ્સ કર્યા અને વિદ્યાર્થીઓને અકિડો શીખવતા પણ દેખાયા. રાહુલ ગાંધીએ તો એક હાથે દંડ પીલીને પોતાની શરીરની મજબૂતાઈનો પરચો આપ્યો. હવે જોઈએ તેમની ફિટનેસની જેમ પાર્ટી ચૂંટણીમાં ફિટ અને હિટ રહે છે કે કેમ.
#WATCH असम: कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा ने लखीमपुर में चाय जनजातियों के साथ ‘झुमुर’ डांस किया। pic.twitter.com/eNlbz3iFvV
— ANI_HindiNews (@AHindinews) March 1, 2021
રાજકારણમાં અભિનેત્રીની એન્ટ્રી
ચાબુક રાજકારણ અને ગ્લેમર જગતને જુનો સંબંધ છે. અનેક અભિનેતા-અભિનેત્રીઓ રાજકારણમાં પોતાનો જાદુ પાથરવા આવી ચૂક્યા છે. આજે આવી બે હસ્તી રાજકારણમાં જોડાઈ છે. મિસ ઇન્ડિયા દિલ્હી-2019ની વિજેતા માનસી સહગલ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગઈ છે તો આ તરફ પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં અભિનેત્રી સરબંતી ચેટર્જી ભાજપમાં જોડાઈ ગઈ છે. ચાબુક આ અભિનેતા નેતા બને એટલે પાર્ટીવાળાવને સ્ટાર પ્રચાર ગોતવા ન જવું પડે હો.
Bengali actor Srabanti Chatterjee joins Bharatiya Janata Party in Kolkata pic.twitter.com/tEE7OgqBDL
— ANI (@ANI) March 1, 2021
રાધવજીભાઈની 25 વર્ષે આંખ ઉઘડી
પહેલાં કોંગ્રેસમાં હતા અને હાલ ભાજપમાં છે એવા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને 25 વર્ષે પોતે કરેલી ભૂલ સમજાઈ છે. વાત જાણે એમ છે ચાબુક કે આજે વિધાનસભામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા પ્રસ્તાવ મૂકાયો ત્યારે ભાજપના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ખુલ્લા મનથી ને દિલથી એક વાત કરી. રાઘવજીભાઈ કહ્યું કે, ‘શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે જ કેશુબાપાની સરકાર પડી હતી.’ સરકાર પાડવાના કાવાદાવામાં પોતે સામેલ હોવાનો રંજ પણ રાઘવજીભાઈએ વ્યક્ત કર્યો. રાઘવજીભાઈ કહ્યું કે, ‘કેશુભાઈ પટેલ સાથે વિશ્વાસઘાત કર્યો તે મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મારી ભૂલનું પરિણામ પણ મેં ભોગવ્યું છે. કેશુભાઈ પટેલ સાથે વિશ્વાસઘાત કર્યો એટલે હું ડાયાબિટીસથી પીડાઉ છું.’
આવતીકાલે પરિણામ
ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે પરિણામ આવશે ચાબુક. મહાનગરપાલિકાઓમાં તો ભાજપે બાજી મારી લીધી છે હવે ગામડા અને નાના શહેરોની જનતાએ કોના માથે તાજ પહેરાવ્યો છે એ આવતીકાલે ખબર પડી જશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત