Homeસિનેમાવાદફિલ્મનું પોસ્ટર આ રીતે તો કોઈએ કોપી નહીં માર્યું હોય

ફિલ્મનું પોસ્ટર આ રીતે તો કોઈએ કોપી નહીં માર્યું હોય

Team Chabuk-Cinema Desk: બોલિવુડમાં નકલપ્રયોગ કંઈ નવો નથી પણ હવે આ ચેપ દક્ષિણ ફિલ્મ જગતને પણ લાગ્યો છે. એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે દક્ષિણની ફિલ્મો કેટલીક વખત દક્ષિણની ફિલ્મોની જ કોપી હોય છે, પણ કોપી હોવા છતાં તેના મનોરંજનમાં ઉણપ નથી હોતી. હવે દક્ષિણની એક હોરર ફિલ્મ પર પોસ્ટર કોપી કર્યાનો આરોપ લાગ્યો છે. આ સિમાચિન્હરૂપ કાર્ય હોરર ફિલ્મોમાં અભિનયના ઓઝસ પાથરનારા યોગી બાબુની ફિલ્મનું છે. હમણાં જ યોગી બાબુએ તાપસી પન્નુ અને વિજય સેતુપતિ અભિનિત એનાબેલ સેતુપતિમાં ભૂતનો રોલ કર્યો. આ પહેલા પણ તે હોરર કોમેડી ફિલ્મ કરી ચૂક્યો છે. પણ હવે જે ફિલ્મના પોસ્ટરની કોપી મારી છે તે તો કોઈને પણ ખબર પડી જાય કે ક્યાંથી કોપી મારી છે.

AD

બોલિવુડ અભિનેતા વિકી કૌશલની ફિલ્મ ભૂત પાર્ટ વન: ધ હોન્ટેડ શિપ 2020માં રિલીઝ થઈ હતી. એકદમ એવેરજ ફિલ્મ હતી. દિગ્દર્શક હતા ભાનુ પ્રતાપ સિંહ. આ ફિલ્મના પોસ્ટરમાં પણ કંઈ નવું નહોતું પણ હવે યોગી બાબુની ફિલ્મો કોપી મારી લેતા તેની ઠેરઠેરથી ટીકા પણ થઈ રહી છે અને ભયંકર મજાક પણ ઉડી રહ્યો છે.

યોગી બાબુએ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ જગતનું ખૂબ મોટું નામ છે. તેમના ફેન્સ તો હજુ સ્વીકારવા તૈયાર નથી કે યોગી આ પ્રકારની પ્રવૃતિ કરે. આ ફિલ્મમાં ટેકનિકના ઉપયોગ દ્વારા વિકીની જગ્યાએ યોગીનો ચહેરો બેસાડી દેવામાં આવ્યો છે. આ સિવાય આસપાસ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ જગતના નામાંકિત કોમેડી અભિનેતાઓનાં ચહેરાઓને ચોંટાડી દેવામાં આવ્યો છે. છતાં ફિલ્મનું પોસ્ટર ક્યાંથી ઉઠાવ્યું છે તેની ઓળખ આરામથી થઈ જાય છે. એવું લાગે છે કે પોસ્ટર નથી બનાવ્યું પણ મીમ બનાવી નાખ્યું છે.

AD

પોસ્ટર કોપી કરનારી ફિલ્મનું નામ છે પે મામા. 24 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ફેન્સ નિર્માતા પર સ્વેપિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. યોગી બાબુની ફિલ્મનું નિર્દેશન શક્તિ ચિદમ્બરમ કરી રહ્યા છે. યોગી સાથે ફિલ્મમાં એમએસ ભાસ્કર, કોવઈ સરલા, રેખા જેવા કલાકારો છે. ફિલ્મના નિર્માતા વિગ્નેશ એલપ્પન છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments