Homeસિનેમાવાદથીએટર જવાનું વિચારશો ત્યાં તો આ પાંચ વેબસિરીઝ આવી ગઈ હશે

થીએટર જવાનું વિચારશો ત્યાં તો આ પાંચ વેબસિરીઝ આવી ગઈ હશે

ઝાલાવાડી જલજીરા : OTTએ નક્કી કરી લીધું છે કે ધોતી ફાડીને રૂમાલ કરી નાખું, પણ કોઈને થીએટર ભણી ડગ ન ભરવા દઉં. કોરોના અને લોકડાઉનનો તેમાં મહતમ ફાળો રહ્યો. જેણે લોકોને થીએટર તરફ જવા જ ન દીધા. ઉપરથી ગયા વર્ષે આવેલી વેબ સિરીઝોએ ઘરમાં જ મનોરંજનનો મહા-મોહનથાળ સામે રાખી દીધો. જેથી હવે ઘણાને થીએટરની વ્યાખ્યા સમજાવવી પડે તો નવાઈ નહીં.

નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. વેક્સિન પણ આવી ગઈ છે. બસ હવે રસીકરણ થઈ જાય તો શાંતિ. દેશવાસીઓને વેક્સિન આપતા આપતા આ વર્ષ પણ નીકળી જવાનું છે. એટલે આ વર્ષ પણ OTT પ્લેટફોર્મ પર ફિલ્મ જોઈ-જોઈને જ જવાનું છે. 2020એ ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી સારી વેબ સિરીઝ આપી છે. હવે 2021માં પણ કેટલીક એવી વેબ સિરીઝ આવવાની છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2020માં મિર્ઝાપુર-2, સ્કેમ-1992 અને આશ્રમે ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવી. હવે આ વર્ષે ધ ફેમિલી મેન-2,  જીત કી જીદ,  મુંબઈ ડાયરિઝ-26/11ની લોકો રાહ જોઈ રહ્યા છે. આ વેબ સિરીઝમાં એક એવું નામ છે જેમણે અભિનયથી નામ કમાયું છે.

ફેમિલી મેન

વર્ષ 2020માં ધ ફેમિલી મેનના સુપરહીટ થયા પછી આ વર્ષે ધ ફેમિલી મેન-2ની રિલીઝ થવાની રાહ જોવાઈ રહી છે. ધ ફેમિલી મેનના લોકોએ ખુબ વખાણ કર્યા હતા સાથે જ એવી આશા દર્શાવી હતી કે ધ ફેમિલી મેન-2ની સ્ટોરી પણ શાનદાર હશે. ફેમિલી મેનમાં પહેલાં ભાગમાં મનોજ બાજપેઈ અને શારિબ હાશમીએ લીડ રોલ ભજવ્યો હતો. હાલમાં જ ફેમિલી મેન-2નો ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે.

તાંડવ

આગામી 15 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ પર વેબ સિરીઝ તાંડવ રિલીઝ થવાની છે. આ સિરીઝમાં ડિમ્પલ કાપડિયા, સુનિલ ગ્રોવર, મોહમ્મદ જીશાન અયૂબ અને તિગ્માંશુ ધૂલિયા જોવા મળશે. તો અબ્બાસ ઝફર આ સિરીઝમાં નિર્દેશન કરશે. આ સિરીઝમાં સૈફ અલી ખાન લીડ રોલમાં છે.

જીત કી જીત

22 જાન્યુઆરીએ રિલીઝ થનારી જીત કી જીદ પાસે લોકોને ઘણી આશા છે. આ સિરીઝમાં અમૃતા પુરી લીડ રોલમાં છે. અજય દેવગણે પણ આ ફિલ્મ વિશે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, આ સિરીઝના માધ્યમથી આપણે ઈન્ડિયન આર્મીના હીરો દ્રીપેન્દ્ર સિંહ સેંગર અને તેમની પત્ની જયા સેંગર વિશે ડિટેઈલમાં જાણી શકીશું. આ વેબ સિરીઝની પણ લોકો રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝને ઝી 5 પર રિલીઝ કરવામાં આવશે.

અપહરણ-2

ઓલ્ટ બાલાજી પર રિલીઝ થયેલી વેબ સિરીઝ અપહરણની સફળતા બાદ આ વર્ષે અપહરણ-2ની રાહ જોવાઈ રહી છે. આ સિરીઝમાં અરૂણોદય રૂદ્ર શ્રીવાસ્તવનું પાત્ર ભજવતો જોવા મળશે. અપહરણ વેબ સિરીઝના ડાયલોગ લોકોને ખુબ પસંદ પડ્યા હતા. જો કે, કેટલાક લોકોએ ફિલ્મમાં બોલાતા અપશબ્દોને વખોડ્યા પણ હતા.

મુંબઈ ડાયરિઝ 26/11

એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થનારી મુંબઈ ડાયરિઝ 26/11ની લોકો ખુબ રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝને નિખીલ અડવાણીએ નિર્દેશિત કરી છે. આ વેબ સિરીઝ કરવામાં આવશે. કોરોનાકાળ દરમિયાન થિયેટર્સના દરવાજા બંધ થતાં લોકોએ સોશિયલ મીડિયા પર જ મોટા ભાગનો સમય વિતાવ્યો.

OTT વિશે સમજો

ઓટીટી એક ઈન્ટરનેટથી જોડાયેલી ટેકનોલોજી છે. ઓટીટીનું પૂરૂ નામ ઓવર ધ ટોપ છે. ઓટીટી પર તમે કોઈ પણ સમયે ઓડિયો, વીડિયો અથવા મીડિયા રિલેટેટ કન્ટેઈન જોઈ શકો છો. એટલે કે બહું બધુ કન્ટેઈન એક જ જગ્યાએ જોઈ શકાય છે. ઓટીટીના કેટલાય સર્વિસ પ્રોવાઈડર છે. ઘણી બધી ઓટીટી એપ્લીકેશન છે. જેવી કે, હોટસ્ટાર, એમેઝોન પ્રાઈમ વીડિયો, વૂટ, યુટ્યૂબ અને ZEE 5.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments