Homeગામનાં ચોરેછત્તીસગઢ બન્યું નક્સલનો ગઢઃ 20થી વધુ જવાનો શહીદ, મહિલા નક્સલી પણ હતી...

છત્તીસગઢ બન્યું નક્સલનો ગઢઃ 20થી વધુ જવાનો શહીદ, મહિલા નક્સલી પણ હતી સામેલ

Team Chabuk-National Desk: છત્તીસગઢમાં કરૂણાંતિકા સર્જાઈ છે. નક્સલી સાથેની અથડામણ બાદ વધુ 20 જવાનોના મૃતદેહ મળતા સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અથડામણ બાદ અત્યાર સુધીમાં કુલ 24 જવાનો શહીદ થયા છે. બીજાપુરના ડીજી ડી.એમ. અવસ્થીએ જવાનો શહીદ થયાની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે હજુ કુલ 31 જવાનો ઈજાગ્રસ્ત છે.

3 એપ્રિલે CRPF અને છત્તીસગઠ પોલીસે નક્સલીઓ વિરુદ્ધ એક ખાસ ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં નક્સલીઓએ જવાનો પર હુમલો કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં જવાનોએ પણ નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. મોટી સંખ્યામાં આવેલા નક્સલીઓમાંથી જવાનોએ 15 નક્સલીઓને ઠાર માર્યા છે જ્યારે અન્ય કેટલાય નક્સલીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે. ગઈકાલે મળેલા નક્સલીઓના મૃતદેહમાં એક મહિલા નક્સલી પણ હતી. ડીજીએ કહ્યું કે, આ વર્ષનો આ સૌથી મોટો નક્સલી હુમલો છે. નક્સલીઓએ આ હુમલામાં દેશી રોકેટ લોન્ચર અને LMGનો ઉપયોગ કર્યો હતો.

નક્સલી વિરુદ્ધ અભિયાન

સુરક્ષાદળે નક્સલીઓના સૌથી મજબૂત ગઢ બીજાપુરમાં આ અભિયાન ચલાવ્યુ હતું. આ અભિયાન નક્સલીઓના સૌથી મોટા પીપલ્સ લિબરેશન ગૃપ આર્મી પ્લાટુન વન ( PLGA 1)માંથી એક હિડમાના ગઢમાં હતું.

CRPF અને છત્તીસગઢ પોલીસને બાતમી મળી હતી કે, નક્સલીઓનો કમાંડર હિડમા આ હુમલાની ઘટનાથી 1 કિલોમીટર દૂર પોવર્તી ગામમાં છે જે બાદ CRPF અને છત્તીસગઢ પોલીસની ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડે એક જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું હતું.

15 નક્સલી ઠાર

નક્સલીઓના જે ગૃપે આ હુમલો કર્યો છે તેનું નેતૃત્વ ખુંખાર હિડમા જ કરે છે. સુરક્ષાદળને પણ આ હુમલામાં મોટી સફળતા મળી છે. જવાનોએ 15 નક્સલીઓને ઠાર માર્યા છે. પરંતુ જેમ જેમ જવાનો આગળ વધ્યા હતા તેમ તેમ નક્સલીઓની સંખ્યા વધી હતી અને જવાનો પર હુમલો કરી દીધો હતો.

ત્રણ રીતે કર્યો હુમલો

નક્સલીઓએ ત્રણ રીતે સુરક્ષાબળ પર હુમલો કર્યો. એક બુલેટથી, બીજો ધારદાર હથિયારથી અને ત્રીજો રોકેટ લોન્ચરથી. અંદાજે 200થી 300 નક્સલીઓનું ટોળુ જવાનો પર તૂટી પડ્યું હતું. નક્સલીઓના આ અંતિમ ગઢમાં સુરક્ષાદળનું ઓપરેશન હજુ ચાલુ છે.

આ પહેલાં DG CRPFએ એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, “12 થી 15 નક્સલીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે. આ ઉપરાંત 20 નક્સલીઓના ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ છે. નક્સલીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન ચાલું છે. ઠાર મરાયેલા નક્સલીઓમાં એક મહિલા નક્સલી પણ છે.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments