Team Chabuk-National Desk: કોરોનાની ઘાતક નીવડેલી બીજી લહેરમાં મનુષ્યને ઓક્સિજનની આવશ્યકતાની ખબર પડી ગઈ. રખડતા, પૈસા આપતા, પણ ઓક્સિજન નહોતો મળી રહ્યો. કેટલીય હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના કારણે લોકો મૃત્યુ પામ્યા. જોકે કેટલાક એવા રાજ્યો પણ છે જેમણે કહી દીધું કે અમારા રાજ્યોમાં ઓક્સિજનની અછતના કારણે એક પણ મૃત્યુ નથી થયું.

પરંતુ હવે કોરોના ફરી આવે કે ન આવે રાજ્યોએ ઓક્સિજનની તૈયારી પૂરજોશમાં કરી લીધી છે. કેન્દ્ર સરકારે મોટાભાગના રાજ્યોના પ્રત્યેક જિલ્લામાં ઓક્સિજન ઉત્પાદન સંયંત્ર લગાવવાની પ્રક્રિયા શરુ કરી હતી. જેથી દેશના મોટાભાગના રાજ્યો ઓક્સિજન ઉત્પાદનમાં આત્મનિર્ભર બની ચૂક્યા છે.
આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે સમજૂતી કરવામાં આવી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર દેશના 36માંથી 25 રાજ્ય અને સંઘ શાસિત પ્રદેશોમાં 100 ટકા એટલે કે અહીં પ્રત્યેક જિલ્લાની પાસે પોતાનું ઓક્સિજન સંયંત્ર છે. આ સંયંત્ર સ્થાનિક મોટી હોસ્પિટલો સહિત આસપાસ ઓક્સિજનની પૂર્તિનું કામ કરી રહ્યા છે.

11 રાજ્યો એવા પણ છે જ્યાં કામ કરવાનું હજુ બાકી છે. જેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ અને લદ્દાખમાં બે અથવા બે કરતા વધારે સંયંત્ર ચાલુ થવાના બાકી છે. જ્યારે રાજસ્થાન, મેઘાલાય, મિઝોરમ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં એક-એક સંયંત્ર ચાલુ નથી થઈ શક્યું.
અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે દેશમાં 1561 ઓક્સિજન ઉત્પાદન સંયંત્રોને મંજૂરી આપી છે. જેમાંથી 1225 સંયંત્રોની સ્થાપના માટે પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બજેટ આપવામાં આવ્યું હતું. જ્યારે બાકી 336 સંયંત્રોને કેન્દ્રના અન્ય મંત્રાલયો પાસેથી બજેટ આપવામાં આવ્યું. અત્યાર સુધીમાં 1561માંથી 1541 એટલે કે 98.71 સંયંત્ર ચાલુ સ્થિતિમાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત