Team Chabuk-National Desk: ભારતમાં કોરોના વાઇરસના નવા કેસમાં દિવસે દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ મોતનો આંકડો હજુ પણ ઘટવાનું નામ નથી લેતો. દૈનિક કેસ જે રીતે ઘટી રહ્યા છે તેની સામે દૈનિક મોતની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી. દેશમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 4454 લોકોના મોત થયા છે. જેથી હવે દેશમાં અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંકડો 3 લાખને પાર થઈ ગયો છે.
આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા 2,22,315 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,67,52,447 પર પહોંચી ગયો છે જેમાંથી 2,37,28,011 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે જ્યારે 27,20,716 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 4454 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 3,03,720 થઈ ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ કુલ 19,60,51,962 લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ છે. 24 કલાકમાં કોરોનાથી 3,02,544 લોકો રિકવર પણ થયા છે.
ભારતમાં અત્યાર સુધી કુલ 3 લાખ લોકોના કોરોનાથી મોત થતાંની સાથે જ અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં કોરોનાથી 3 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં 6 લાખ 4 હજાર 82 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે બ્રાઝિલમાં 4 લાખ 49 હજાર 185 લોકોના મોત થયા છે. ભારતમાં આ આંકડો હવે 3 લાખને પાર થઈ ગયો છે અને કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 3,03,720 લોકોના જીવ ગયા છે.
એક મહિનામાં વધ્યા મોત
ભારતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાથી થનારા મોતમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા 26 દિવસમાં એક લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં 28 એપ્રિલના રોજ મોતનો આંકડો 2 લાખ હતો અને હવે 26 દિવસ બાદ આ આંકડો 3 લાખને પાર ગયો છે. એટલે કે 26 દિવસમાં એક લાખ લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી 19,28,127 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં કુલ 33,05,36,064 કોરોના ટેસ્ટ કરાયા છે.
શું શરૂ થઈ ગઈ ત્રીજી લહેર ?
દેશમાં ઘાતક નિવડેલી કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ પ્રમાણમાં સંક્રમિત થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. તેવામાં રાજસ્થાનમાં 600 બાળકો કોરોનાથી સંક્રમિત થતાં હાહાકાર મચી ગયો છે. જે પ્રમાણે બાળકોમાં સંક્રમણ ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે રાજસ્થાનમાં સાચી પડી રહી હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. રાજસ્થાનના દૌસા અને ડુંગરપુર જિલ્લામાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. આ બે જિલ્લામાં જ 600 જેટલા બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત