Homeતાપણુંસુરતના જે કાર્યકરની અમિત શાહે પ્રસંશા કરી હતી તેની ધરપકડ શહેર ભાજપ...

સુરતના જે કાર્યકરની અમિત શાહે પ્રસંશા કરી હતી તેની ધરપકડ શહેર ભાજપ પ્રમુખના ઇશારે થયાનો આરોપ, કાર્યકરોમાં આક્રોશ

Team Chabuk-Political Desk: સુરત ભાજપના એક કાર્યકરની ધરપકડને લઈને અંદરોઅંદર રાજકારણ ગરમાયું છે. સુરત શહેર ભાજપ પ્રમુખના ઇશારે ભાજપના કાર્યકર્તાની ધરપકડ થઈ હોવાના આક્ષેપથી સુરત ભાજપમાં ભડકો થયો છે. સુરત ભાજપના કાર્યકર નિતેશ વાનાણીની ધરપકડ સુરત શહેર  ભાજપના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના ઇશારે થઈ હોવાનો આક્ષેપ થતાં ભાજપના અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. સુરત શહેરના 6 વોર્ડના પ્રમુખ અને 4 મહામંત્રીઓએ રાજીનામા આપવાની પણ તૈયારી દર્શાવી દીધી છે.

શું છે સમગ્ર મામલો

આ મામલો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાને લઈને બહાર આવ્યો છે. નિતેશ વાનાણી ભાજપના સોશિયલ મીડિયા માટે ખૂબ જ સક્રિય રહીને કામ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી નિતેશ વાનાણી સુરત ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા વિશે કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી હતી. જેથી સાયબર ક્રાઈમ દ્વારા નિતેશ વાનાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના ઇશારે જ કરવામાં આવી હોવાનો આક્ષેપ ભાજપના વિવિધ વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

નિરંજન ઝાંઝમેરાના વિરોધમાં કાર્યકરો અને હોદ્દેદારોએ એકઠાં થઈને વિરોધ નોંધાવ્યો છે. વરાછા મીની બજાર ખાતે ભાજપના વોર્ડ નંબર 2,3,4 અને 6ના હોદ્દેદારો એકઠાં થયા હતા અને શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

નિતેશ વાનાણીની પ્રશંસા અમિત શાહે પણ કરી હતી

જે ભાજપના કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે તે નિતેશ વાનાણીની પ્રશંસા દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ જે-તે વખતે કરી ચુક્યા છે. નિતેશ વાનાણી સોશિયલ મીડિયામાં ભાજપની છબી ચમકાવવા માટે સતત પ્રયત્નશીલ રહીને કામ કરતો હતો. આ વાતની નોંધ અમિત શાહે પણ લીધી હતી. પાટીદાર અનામત આંદોલન સમયે સરકાર અને ભાજપની છબીને નુકસાન થાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં આવતી હતી તેવા સમયે નિતેશ વાનાણીએ પોતાની આવડતથી ભાજપ તરફથી સોશિયલ મીડિયા પર મોરચો સંભાળ્યો હતો અને ભાજપની છબી સારી દેખાડવાના પ્રયત્નો કર્યા હતા. જેથી અમિત શાહે નિતેશ વાનાણીને સોશિયલ મીડિયાનો યોદ્ધા તરીકે સ્વીકાર્યો હતો. આથી આવા પાર્ટી પ્રત્યે કટિબદ્ધ કાર્યકરની ધરપકડ થતાં ભાજપના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે.

નિતેશ વાનાણી

વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓની રાજીનામાની ચીમકી

નિતેશ વાનાણીની ધરપકડ બાદ સુરત ભાજપ શહેરના વિવિધ વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓએ રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. તેઓનો આરોપ છે કે એક કાર્યકર સાથે પોલીસ દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે. કોઈ મોટો ગુનો કર્યા વિના માત્ર વ્યક્તિગત રીતે તેમણે નિરંજન ઝાંઝમેરા માટે લખ્યું હતું કોઈ પક્ષના વિરોધમાં તેમણે કોઈ વાત કરી નથી. પક્ષના શહેર પ્રમુખના ઇશારે જ ભાજપના કાર્યકરોની ધરપકડ થાય તે ખરેકર શરમજનક વાત છે.

નિરંજન ઝાંઝમેરા

ભાજપના કાર્યકર નવીન રામાણીએ જણાવ્યું હતું કે, આવી રીતે કાર્યકરની ધરપકડ થાય તે ખૂબ દુઃખની વાત છે. કાર્યકર તરીકે મને ખૂબ દુઃખ થયું છે. નિતેશ વાનાણીને છોડવામાં નહીં આવે તો રાજ્યભરમાં કાર્યકર્તા સંમેલન બોલાવીને કાર્યકર્તાને ન્યાય અપાવવા માટે અમે કામ કરીશું. સૌરાષ્ટ્ર સુધી જઈને નિરંજન ઝોંઝમેરાએ કરેલા કાર્ય વિશે માહિતગાર કરીશું ત્યારે નિરંજન ઝાંઝમેરાને ખબર પડશે કે આ કોઈ વ્યક્તિની પાર્ટી નથી આ કાર્યકરોની પાર્ટી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments