Homeગામનાં ચોરેહિન્દુ છોકરી મુસ્લિમ છોકરા સાથે બસમાં મુસાફરી કરી રહી હતી તો છરી...

હિન્દુ છોકરી મુસ્લિમ છોકરા સાથે બસમાં મુસાફરી કરી રહી હતી તો છરી મારી દીધી

Team Chabuk-National Desk: કર્ણાટકના મેંગ્લોર શહેરની આ ઘટના છે. જ્યાં એક હિન્દુ છોકરીને પોતાના મુસ્લિમ મિત્રની સાથે બસમાં મુસાફરી કરવાની સજા મળી છે. બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓને આ વાત યોગ્ય ન લાગતા બેઉંને બસની નીચેથી ઉતારી દીધા. એ પછી આરોપ લાગ્યો છે કે બજરંગ દળના કાર્યકર્તાઓએ મુસ્લિમ છોકરાને ઢોર માર માર્યો અને ચાકુ પણ મારી દીધું. આ સમગ્ર ઘટનામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે.

પીડિત અશ્વિન એસ તરફથી એફઆઈઆર લખાવવામાં આવી છે. એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે, ગુરૂવારના એક એપ્રિલની રાતે પોતાના મિત્ર અશ્વિદ અનવર મોહમ્મદની સાથે જઈ રહી હતી. ત્યાં પાંચથી છ લોકોએ બસને રોકી. એ લોકોએ મારા મિત્ર પર હુમલો કર્યો.

અશ્વિની અને અનવરને બસની બહાર ખેંચી લીધા. આ ચારે લોકો માર મારતા દાવો કરતા હતા કે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે. એ લોકો મારતી વખતે બોલી રહ્યા હતા કે અનવરને નહીં છોડીએ. એ પછી તેમણે અનવરને લાકડી વડે પણ ફટકાર્યો અને ચાકુ પણ ઘોંપી દીધું.

આ અંગે પોલીસનું કહેવું છે કે, બંને પીડિતોની ઉંમર 23 વર્ષની છે. બંને સાથે ભણી રહ્યા છે. એક આરોપી તેમના જ વિસ્તારનો છે જે તેમનાથી પરિચિત છે. એક એપ્રિલની સાંજે તેમણે આ બંનેનો પીછો કર્યો અને બસને રોકી લીધી. વધુ અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.

પોલીસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાંથી બે લોકો વિરૂદ્ધ ભૂતકાળમાં પણ કેસ દાખલ થઈ ગયા છે. એમણે જ કહ્યું કે એ લોકો બજરંગ દળ સાથે જોડાયેલા છે. જે ચારની ધરપકડ કરવામાં આવી છે તેમાં બાલચંદ્ર, ધનુષ ભંડારી, જય પ્રશાંત, અનિલ કુમારનો સમાવેશ થાય છે.

પોલીસે કહ્યું કે ધનુષ ભંડારી 2019ની સાલમાં હત્યાના કેસમાં છોડવામાં આવ્યો હતો. હત્યાના પ્રયાસના કેસમાં મે 2020ના રોજ તેને જમાનત મળી હતી. આ સિવાય બે મહિના પહેલા પણ તે મોરલ પુલિસિંગની ઘટનામાં સામેલ હતો. ધનુષ સિવાય જય પ્રશાંત પણ અપરાધિક ઈતિહાસ ધરાવે છે અને તે પણ મોરલ પુલિસિંગમાં સામેલ છે.

પોલીસે જણાવ્યું કે, શુક્રવારે બે એપ્રિલના રોજ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં IPC 307 હત્યાનો પ્રયાસ અને 153A એટલે કે સમુદાયો વચ્ચે ઘૃણા ફેલાવવાના પ્રયત્નનો કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.

તો આ સમગ્ર ઘટનામાં કર્ણાટકના મેંગ્લોર બજરંગ દળના સભ્ય આર.સુનીલનું કહેવું છે કે, સંગઠનના લોકોએ આ બેઉંને સવાલ અચૂક કર્યા હતા. પણ કોઈના પર હુમલો નથી કર્યો. પીડિત છોકરાનો ઈલાજ હાલ સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહ્યો છે જ્યાં તેની તબિયત બતાવવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments