Team Chabuk-National Desk: ચીનના વુહાન શહેરમાંથી બહાર આવીને સમગ્ર વિશ્વને પોતાના અજગર ભરડામાં લેનારા કોરોના વાઈરસના કારણે માનવની જીવનશૈલીમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. હવે પહેલાની જેમ સામાન્ય રીતે માણસ જીવી નથી શકતો. કોરોના સંક્રમણથી બચવા માટે હવે એક બીજાથી દૂર રહેવું. માસ્ક પહેરવું અને સૌથી ખાસ સમયાંતરે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફરજીયાત થઈ ગયો છે.
આ વચ્ચે એક ચિંતામાં વધારો કરતા સમાચાર સામે આવ્યા છે. આપણે જે સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેમાંથી 44 સેનિટાઈઝર એવા છે જે કેન્સરને વણનોતર્યું આમંત્રણ પાઠવે છે. આ સેનિટાઈઝરમાં ખતરનાક રાસાયણિક તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જ થયેલા એક સંશોધનમાં આ સમગ્ર વાત સામે આવી હતી.
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસે દેશના દરવાજે ટકોરા માર્યા પછી દુનિયાભરમાં સેનિટાઈઝરની માગમાં બમ્પર ઉછાળો આવ્યો છે. જેની આ પહેલા કોઈ માગ નહોતી અને બજારમાં શોભાના ગાંઠીયાની જેમ રહેતું હતું એ સેનિટાઈઝર હવે માનવની જીવનશૈલીનું અભિન્ન અંગ બની ગયું છે.
કોરોના વાઈરસના સંક્રમણને નાથવા માટે ઘર, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ સહિતની તમામ જગ્યાઓએ સેનિટાઈઝરનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એ જાણવા માટે કે શું લાંબા સમય સુધી હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી કેન્સર જેવા રોગનો ખતરો થાય છે? વેલિઝરના સમૂહ દ્વારા 260થી વધારે સેનિટાઈઝર પર આ અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ વિશે વેલિઝરે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ વિભાગ (એફડીએ)ને પત્ર લખી વિસ્તૃત જાણકારી આપી હતી.
એડીએફને પત્રમાં વેલિઝરે જણાવ્યું છે કે કોરોના મહામારીમાં હેન્ડ સેનિટાઈઝરની માગમાં વૃદ્ધિ થઈ છે. આ વચ્ચે ન્યૂ હેવન સ્થિત એક ઓનલાઈન ફાર્મસી વેલિઝરે અસંખ્ય બ્રાન્ડના 260થી વધારે હેન્ડ સેનિટાઈઝર પર અભ્યાસ કર્યો હતો. જેમાં 44થી વધારે સેનિટાઈઝરમાં બેજીન સહિત કેન્સરનો ખતરો પેદા કરનારા અસંખ્ય ખતરનાક કેમિકલ જોવા મળ્યાં હતાં.
બેજીન એક તરલ રસાયણ છે. જે સામાન્ય રીતે રંગહીન હોય છે. જોકે ક્યારે ક્યારેક તે ઓરડાના સામાન્ય તાપમાનમાં પીળા રંગનું દેખાય છે. બેજીનના ઉચ્ચસ્તરના સંપર્કમાં આવવાથી શરીરમાં રક્તકણિકાઓ યોગ્ય રીતે કામ નથી કરી શકતી. ક્યારેક ક્યારેક લાલ રક્ત કણિકાઓ બનવાની બંધ થઈ જાય છે કે પછી વ્હાઈટ બ્લડ શેલ ઓછા થવા લાગે છે. જેના કારણે પ્રતિરક્ષા પ્રણાલી ખૂબ જ નબળી થઈ જાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઈન્ટરનેશનલ એજન્સી રિસર્ચ ઓન કેન્સરે બેજીનની ઓળખ એક કાર્સિનોઝેનના રૂપમાં કરી હતી. કાર્સિનોઝનને સૌથી વધારે જોખમી શ્રેણી ગ્રૂપ-1માં રાખવામાં આવ્યું છે. કાર્સિનોઝન એક એવો પદાર્થ, વિકિરણ અથવા તો અન્ય વસ્તુ હોય છે, જેનાથી શરીરમાં કેન્સરનો રોગ પેદા થવાની શક્યતા વધી જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત