Homeગામનાં ચોરેઉધાર લોટરીની ટિકિટ લીધી અને 6 કરોડ રૂપિયા લાગી ગયા

ઉધાર લોટરીની ટિકિટ લીધી અને 6 કરોડ રૂપિયા લાગી ગયા

Team Chabuk-National Desk: માલામાલ વિકલી ફિલ્મમાં લીલારામ એટલે કે પરેશ રાવલ એન્થની પાસેથી ગમે તે ભોગે લોટરી ટિકિટ કઢાવવા કેવા કેવા પેંતરા અજમાવે છે અને પછી આખું ગામ એક પછી એક પૈસા માટે જોડાતું જાય છે. અહીં ફિલ્મમાં તો પરેશ રાવલનું પાત્ર ઈમાનદાર નથી પણ હવે તેનાથી એક ઉલટી ઘટના બની છે. જેના કારણે લોટરીની ટિકિટ વેચનારી છોકરીનું સમગ્ર ભારત વખાણ કરતા થાકતું નથી.

કેરળના એક વ્યક્તિએ મહિલા એજન્ટ પાસેથી લોટરીની ટિકિટ ખરીદી હતી. એ ટિકિટની કિંમત 200 રૂપિયા હતી. એ વ્યક્તિ પાસે ટિકિટ ખરીદવાના પણ પૈસા નહોતા એટલે કહ્યું કે, બાદમાં આપી દઈશ. એ ટિકિટ તેના નામે બુક થઈ ગઈ અને હવે એ જ ટિકિટને છ કરોડ રૂપિયાનું ઈનામ લાગ્યું છે.

કેરળના અલુવામાં પીકે ચંદ્રન રહે છે. એ મહિલા એજન્ટ સમિઝા પાસેથી હંમેશાં લોટરીની ટિકિટ ખરીદે છે. પટ્ટીમોટમમાં રહેનારી સમિઝા રાજગિરી હોસ્પિટલની પાસે લોટરી ટિકિટ સ્ટોલ ચલાવે છે. થોડા દિવસો પહેલા ચંદ્રને સમિઝાને પોતાના માટે સમર બમ્પર લોટરીની ટિકિટ ખરીદવાની છે એવું કહ્યું હતું. જોકે એ વખતે પીકે ચંદ્રનની પાસે રૂપિયા નહોતા. એવામાં એણે ટિકિટનાં પૈસા બાદમાં આપવાનું કહ્યું અને જે ટિકિટ ખરીદી હતી એ સમિઝાની પાસે જ રાખી દીધી.

સમગ્ર ઘટના કંઈક એવી છે કે 21 માર્ચના રોજ રવિવારે સમિઝાએ કેટલાક લોટરી કસ્ટમર્સને ફોન કર્યો. એમણે કહ્યું કે બાર ટિકિટ હજુ સુધી વેચાઈ નથી. જો તેઓ લેવા ઈચ્છે તો લઈ શકે છે. એવામાં ચંદ્રને સમિઝાને કહ્યું કે,  એ એસડી 31642 નંબરવાળી ટિકિટ તેના માટે રાખી દે. જેના માટે 200 રૂપિયા એ બાદમાં આપી દેશે.

ચંદ્રને જે ટિકિટ ઉધારમાં લીધી હતી. તેના પર છ કરોડ રૂપિયાનો જેકપોટ લાગી ગયો છે. સમિઝાને રવિવારના રાતના જ ખબર પડી કે તેની પાસે જે ટિકિટ છે તેને છ કરોડ રૂપિયા લાગ્યા છે. સમિઝાએ જોયું કે એ ટિકિટ ચંદ્રને રોકી રાખી હતી. એવામાં તે તુરન્ત ચંદ્રનના ઘરે ગઈ અને બસ્સો રૂપિયા લઈ ટિકિટ તેમને આપી દીધી.

ચંદ્રન તેમની પત્ની લીલા, બંને દીકરીઓ અને દીકરો પણ સમિઝાના વખાણ કરતા થાકતા નથી. ચંદ્રન કીઝમાડુની ડોન બોસ્કો શાળામાં બગીચાના માળીની નોકરી કરે છે. ચંદ્રને કહ્યું છે કે, એ ઘણા વર્ષોથી લોટરીની ટિકિટ ખરીદી રહ્યો હતો. કેટલીક વખત નાના ઈનામ મળ્યા પણ આટલું મોટું ઈનામ પહેલી વખત મળ્યું છે.

આ અંગે સમિઝાએ કહ્યું કે, લોટરીની ટિકિટ મેં તેના વિજેતાના હવાલે કરી દીધી છે. કારણ કે તે ટિકિટ ઓલરેડી બુક કરી ચૂક્યો હતો. હવે સમિઝાને અસંખ્ય લોકો ફોન કરી રહ્યા છે. જેમાંથી મોટાભાગના ફોન તેની ઈમાનદારી માટે કરવામાં આવી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments