Homeગામનાં ચોરે50 પાયલટ નકલી લાયસન્સ સાથે પ્લેન ઉડાવતા પકડાયા, પાંચ તો 10 પાસ...

50 પાયલટ નકલી લાયસન્સ સાથે પ્લેન ઉડાવતા પકડાયા, પાંચ તો 10 પાસ છે

તમે એવા કિસ્સા સાંભળ્યા હશે કે કોઈ વાહનચાલક પોતાના ભાઈનું લાયસન્સ લઈને બાઈક કે કાર ચલાવતો પકડાયો. એવું પણ સાંભળ્યું હશે કે, કોઈ વાહનચાલકે બીજાના લાયસન્સ પર પોતાનો ફોટો ચીપકાવી પોતાનું નકલી લાયસન્સ બનાવી લીધું પરંતુ એવું ક્યારેય સાંભળ્યું છે કે, કોઈએ નકલી લાયસન્સથી પ્લેન ઉડાવ્યું હોય ? આવું જ કંઈક પાકિસ્તાનમાં બન્યું છે. અહીં એક નહીં 50-50 પાયલટ નકલી લાયસન્સથી ફ્લાઈટ ઉડાવી લોકોના જીવન સાથે રમત રમી રહ્યા હતા.

પાકિસ્તાન તો પાકિસ્તાન છે ભાઈ.. અહીં જેટલો આતંકવાદ છે એટલો જ ‘નકલીવાડો’ પણ છે. આ સાબિત એટલા માટે થયું છે કે, અહીં માત્ર વાહનોના જ નકલી લાયસન્સ નથી નીકળતાં અહી તો પાયલટ નકલી લાઈસન્સથી આખેઆખી ફ્લાઈટો ઉડાવે છે ! આવું અમે નહીં પણ ખુદ પાકિસ્તાની માડિયા બરાડા પાડી પાડીને કહી રહ્યું છે. નકલી લાયસન્સ મામલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને 50 જેટલા પાયલટના લાયસન્સ પણ રદ કરાવી દીધા છે. સાથે જ તપાસના આદેશ આપ્યા છે કેવી રીતે આ લોકો પાસે ફ્લાઈટ ઉડાવવા માટેના લાયસન્સ આવી ગયા ?

22 મે પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરપોર્ટનું એક વિમાન ક્રેશ થયું હતું ત્યારથી જ નકલી લયસન્સનો મુદ્દો ગરમાયો હતો. આ દુર્ઘટનામાં 97 લોકોને પોતાના જીવથી હાથ ધોવા પડ્યા હતા. આ દુર્ઘટના બાદ પાકિસ્તાની ઉડ્ડયન મંત્રી ગુલામ સરવરે એક સત્તાવાર નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં 860 સક્રિય પાયલટમાંથી 260 પાયલટ પાસે નકલી અથવા ખોટી રીતે તૈયાર કરાવેલા લાયસન્સ છે.

ડૉન અખબારમાં દાવો કરાયો છે કે, અધિકારીઓએ 860 કોમર્શિયલ પાયલટના લાયસન્સની સમીક્ષા કરવામાં આવી. તપાસ બાદ 50 જેટલા લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. એવો પણ દાવો કરાયો છે કે, જે પાયલટના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે તેમાંથી પાંચ પાયલટ તો 10 પાસ પણ નથી. બોલો છે ને કમાલનો આ દેશ ?

રિપોર્ટ મુજબ FIAને આ પાયલટ વિરુદ્ધ તપાસ આગળ વધારવાની કામગીરી સોંપવામાં આવી છે. જેમણે ગેરકાયદે લાયસન્સ બનાવડાવ્યા હતા. હાલ આ લોકો વિરુદ્ધ તપાસ ચાલુ છે. શક્ય છે કે, આવા ફર્જીવાડામાં આતંકવાદી કનેક્શન પણ સામે આવે.

પાકિસ્તાની એરલાયન્સ પહેલાંથી જ ખોટમાં ચાલી રહી છે એવામાં હવે નકલી પાયલટનો કિસ્સો સામે આવતા એરલાયન્સની ઈજ્જત ધૂળમાં મળી ગઈ છે. ગયા મહિને જ ઈમરાન સરકારે એરલાયન્સની પ્રગતિ માટે 1 હજાર 700 કરોડ રૂપિયા આપ્યા હતા. જોકે, ફંડ આપ્યા પછી એરલાયન્સમાં પ્રગતિ તો થઈ પણ નકલી પાયલટની !

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments