આજે 21 ડિસેમ્બર. 21 ડિસેમ્બર સૌથી નાનો દિવસ અને સૌથી લાંબી રાત માટે જાણીતો છે. આજે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમય 10 કલાક અને 42 મિનિટનો હોય છે જ્યારે 13 કલાક અને 17 મિનિટની લાંબી રાત હોય છે.
આજનો દિવસ શા માટે ખાસ છે ?
આજનો દિવસે બીજી એક ખગોળીય ઘટના બનશે. વર્ષની સૌથી લાંબી રાતની શરૂઆત થતાં જ ગુરુ અને શનિ એક-બીજાની ખૂબ જ નજીક આવી જશે. આ બંને ગ્રહો પૃથ્વી પરથી એક બીજામાં સમાતા હોય તેવો અનુભવ થશે. જોકે, હકીકતમાં આ બંને ગ્રહો એક બીજાથી 73 કરોડ 38 લાખ 60 હજાર 824 કિલોમિટર દૂર હશે. સૂર્યની પ્રદક્ષિણા કરતાં-કરતાં આ ગ્રહો અનેક વર્ષે નજીક આવે છે. નિષ્ણાતો કહે છે કે, આજે જે ઘટના બનવાની છે તે 400 વર્ષ પહેલાં બની હતી. હવે આવી ઘટના 2080માં બનશે. એટલે આજની ખગોળીય ઘટના જે લોકો જોશે તેઓ કહી શકશે કે અમે જે જોયું છે તે 2080 સુધી કોઈ નહીં જોઈ શકે. તો સાંજે પાંચ વાગ્યે અગાશી પર બાઈનાક્યૂલર અથવા ટેલિસ્કોપ લઈને ગોઠવાઈ જજો. અંધારુ થતાં જ પશ્ચિમ દિશામાં ગુરૂ અને શનિને જોઈ શકાશે. બંનેમાંથી સૌથી ચમકતો ગ્રહ ગુરૂ હશે જ્યારે તેનાથી થોડો ઉપર જ શનિ જોવા મળશે.

ગ્રેટ કંજક્શન
ગુરૂ અને શનિના એક બીજાની સૌથી નજીક આવી જવાની ઘટનાને વૈજ્ઞાનિકો ગ્રેટ કંજક્શન અથવા ગુરૂ-શનિનું મહામિલન પણ કહે છે. ગ્રેટ કંજક્શન આ પહેલાં 1623માં જોવા મળ્યું હતું. જ્યારે આ દુર્લભ ઘટના બનશે ત્યારે ગુરૂ પૃથ્વીથી 5.924 એસ્ટ્રોનોમિકલ યૂનિટ દૂર હશે જ્યારે શનિ પૃથ્વીથી 10.825 એસ્ટ્રોનોમિકલ યૂનિટ દૂર હશે.
ગૂગલનું ખાસ ડૂડલ
ગૂગલે આજે તેના હોમ પેજ પર આ ઘટનાની યાદમાં જ ડૂડલ બનાવ્યું છે. ગુગલના આજના ડૂડલમાં શનિ અને ગુરૂને સ્થાન અપાયું છે.

ગુરૂ વિશે આ જાણી લો
ગુરૂ સૂર્યંમંડળનો સૌથી મોટો ગ્રહ છે જે પૃથ્વી કરતા 300 ગણો મોટો છે. જે ગુરૂ મંગળ અને શનિ વચ્ચે આવેલા હાઈડ્રોજનથી બનેલો ગ્રહ છે જેને નક્કર સપાટી નથી. હાઈડ્રોજન ઉપરાંત ગુરૂમાં 10 ટકા હિલિયમ, એમોનિયા અને ખડકાળ કણો પણ છે. ગુરૂને સૂર્યમંડળનું વેક્યૂમ ક્લીનર પણ કહેવામાં આવે છે. ગુરૂ પર જે લાલ નિશાન જોવા મળે છે તે હકીકતે એક મોટું તોફાન છે. ગુરૂ પૃથ્વીને વિનાશક હુમલાથી બચાવે છે.

શનિ વિશે આ જાણી લો
સૂર્યમંડળમાં ગુરૂ પછી કદમાં જો કોઈ મોટો ગ્રહ હોય તો તે શનિ છે. પોતાની ધરી પર તેને એક પરિભ્રમણ કરતા 10 કલાક અને 39 મિનિટ થાય છે. શનિ તેના વલયના કારણે પણ ઓળખાય છે. શનિના આ વલયો બરફના કણોથી બનેલા છે. જેમ આપણી પૃથ્વીને એક ચંદ્ર છે તેમ શનિને કુલ 82 ચંદ્ર છે. 82 પૈકી 53ને તો સત્તાવાર નામ પણ આપી દેવાયા છે. શનિનો સૌથી મોટો ચંદ્ર ટાઈટન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત