Homeગામનાં ચોરે5G ટેસ્ટિંગ વિવાદઃ દિલ્હી હાઈકોર્ટે જૂહી ચાવલાની અરજી ફગાવીને 20 લાખનો દંડ...

5G ટેસ્ટિંગ વિવાદઃ દિલ્હી હાઈકોર્ટે જૂહી ચાવલાની અરજી ફગાવીને 20 લાખનો દંડ ફટકાર્યો

Team Chabuk-National Desk: બોલિવુડ અભિનેત્રી જૂહી ચાવલાને (juhi chawla) 5G ટેક્નોલોજી સામે અરજી કરવી ભારે પડી છે. જૂહી ચાવલાએ (juhi chawla) દિલ્હી હાઈકોર્ટમાં (delhi highcourt) 5G ટેક્નોલોજીને લઈને દાખલ કરેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણીના અંતે દિલ્હી હાઈકોર્ટે (delhi highcourt) જૂહી ચાવલા (juhi chawla) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે આ અરજી કોઈ પણ મજબૂત કારણો વગર કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, જૂહી ચાવલાએ 5G ટેક્નોલોજી સામે કોઈપણ કારણો વગર અરજી કરી હતી. આ મામલે કોર્ટમાં જતાં પહેલાં તે સરકારને રજૂઆત કરી શકતી હતી.

જૂહી ચાવલાની (juhi chawla) અરજીને ફગાવતા દિલ્હી હાઈકોર્ટે (delhi highcourt) કહ્યું કે, અરજીકર્તાએ કાયદાકીય પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કર્યો છે. કોર્ટે આ માટે અરજીકર્તાને 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ અરજીને કોર્ટમાં દાખલ કરીને અરજીકર્તાએ કોર્ટનો અમૂલ્ય સમય વેડફ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે (delhi highcourt) કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે આ અરજીને માત્ર પબ્લિસિટી મેળવવા માટે જ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે દિલ્હી પોલીસને કહ્યું કે, તેઓ સુનાવણી દરમિયાન અડચણ ઉભી કરનાર શખ્સની ઓળખ કરે અને તેની સામે જરૂરી પગલાં ભરે.

હાઈકોર્ટે જૂહી ચાવલાની (juhi chawla) અરજી પર નિર્ણય આપતા કહ્યું કે, આ અરજીમાં માત્ર કેટલીક જાણકારી છે જે સાચી છે, બાકી બધું અનુમાન અને સંશય પર આધારિત છે. મહત્વનું છે કે, 5G ટેસ્ટિંગને લઈને અલગ-અલગ વાતો ચાલી રહી હતી. ઘણા લોકો 5G ટેક્નોલોજીના ફાયદા ગણાવી રહ્યા હતા તો ઘણા લોકો 5G ટેસ્ટિંગને નુકસાનકારક ગણાવતા હતા. આ તમામની વચ્ચે ગત દિવસોમાં અભિનેત્રી જૂહી ચાવલાએ (juhi chawla) દેશમાં 5G ટેસ્ટિંગની સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો અને આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

દિલ્હી હાઈકોર્ટ (delhi highcourt)માં 5G ટેસ્ટિંગ અંગે લઈને જૂહી ચાવલાએ (juhi chawla) કરેલી અરજીમાં કહ્યું હતું કે, તમામ સંશોધનમાં સામે આવ્યું છે કે આરએફ રેડિએશન ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ રેડિએશન્સ મનુષ્યના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે યોગ્ય નથી. એવામાં સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે કે 5G ટેસ્ટિંગથી કોઈપણ જીવ-જંતુને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય. જ્યાં સુધી સમગ્ર સંશોધનની સાથે એ પ્રમાણિત ન થઈ જાય કે આરએફ રેડિએશનથી કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય ત્યાં સુધી ભારતમાં તેનો ઉપયોગ પર રોક લગાવવી જોઈએ.

આ મામલે દિલ્હી હાઈકોર્ટે (delhi highcourt) ઉલ્ટાની જૂહી ચાવલાને ફટકાર લગાવી છે. દિલ્હી હાઈકોર્ટે (delhi highcourt) જૂહી ચાવલાની આ અરજીને ફગાવીને 20 લાખનો દંડ ફટકાર્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments