Homeગામનાં ચોરે1000 ગર્લફ્રેન્ડ ધરાવતા ઓક્ટરના ઘરમાંથી 69,000 ગર્ભનિરોધક દવાઓ નીકળી

1000 ગર્લફ્રેન્ડ ધરાવતા ઓક્ટરના ઘરમાંથી 69,000 ગર્ભનિરોધક દવાઓ નીકળી

Team Chabuk-International Desk : તુર્કી નામનો દેશ. જે નામથી ઓળખાય જાય પણ તેની અંદર શું શું ચાલે છે તેની કોઈને ખબર નથી. અહીંની કોર્ટ આવી સજા પણ સંભળાવે છે તેની અત્યાર સુધી કોઈને ખબર નહોતી. ગઈકાલે આ વાતની ખબર પડી તો રૂંવાડા ઊભા થઈ ગયા. અહીં હું ધાર્મિક નેતા છું આવી બડાશો હાંકતા એક વ્યક્તિને કોર્ટે સીધી 1075 વર્ષની સજા સંભળાવી દીધી છે. અર્થાત્ હવે મરે ત્યાં સુધી જેલમાં રહેવાનું છે. જેને 1075 વર્ષનો સજારૂપી ચાંદલો કરવામાં આવ્યો છે તેનું નામ છે અદનાન ઓક્ટર. આ તેને 10 અપરાધ કરવા બદલ સજા આપવામાં આવી છે. સજાના નામ છે સેક્સ્યુઅલ અસોલ્ટ, યૌન શોષણ, છેતરપિંડી, રાજનીતિ અને સૈન્યની જાસૂસીનો પ્રયાસ કરવો. એક જ જીવનમાં ઓક્ટરે હતા એટલા બધા અપરાધ કરી નાખ્યા. બાકી હતું તો TRT વર્લ્ડની રિપોર્ટ પ્રમાણે 10 ઘટનાઓમાં ક્રિમિનલ ઓર્ગેનાઈઝેશન બનાવવું અને તેનું નેતૃત્વ કરવું, ફેતુલ્લા ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશનને સહાયતા પૂર્ણ પાડવી, કોઈ વ્યક્તિને તેની આઝાદીથી વંચિત રાખવું, ટોર્ચર કરવું, પર્સનલ ડેટા રેકોર્ડ કરવો જેવા ગુનાઓમાં પણ સજા સંભળાવવામાં આવી છે.

કોણ છે અદનાન ઓક્ટર?

અદનાન ઓક્ટરની 64 વર્ષની વય છે. તુર્કીનો ધાર્મિક નેતા છે. ઈસ્લામ ધર્મનો ઉપદેશક છે. ધાર્મિક ઉપદેશો આપવા માટે તેણે 2001ની સાલમાં A9 નામની ટીવી ચેનલ લોન્ચ કરી હતી. જેમાં તે ઈસ્લામિક મૂલ્યો જણાવવા માટે ઉપદેશ આપતો હતો. ચાર્લ્સ ડાર્વિનની થીયરી ઓફ ઈવોલ્યુશન એટલે કે વિકાસના સિદ્ધાંતનો કટ્ટર વિરોધી અને ક્રિએશનના સિદ્ધાંતમાં માનનારો છે. તેનું માનવું છે કે તમામ વસ્તુઓ ભગવાને ક્રિએટ કરી છે. ઓક્ટરને લોકો ધાર્મિક લેખક તરીકે પણ જાણે છે. જેના પુસ્તકોનો 73 ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. તેણે ડાર્વિનની થીયરીને નકારતા બધુ ઈશ્વર જ કરે છે એ સાબિત કરવા માટે 770 પાનાંનું પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે ‘ધ એટલસ ઓફ ક્રિએશન.’ તમામ પુસ્તકોની ઉપર અદનાન લેખક તરીકે પોતાનું હુલામણુ નામ હારુન યાહયાનો ઉપયોગ કરે છે.

oktor

સ્ત્રીઓ વચ્ચે ઉપદેશ આપવા

ઓક્ટર પોતાની પ્રાઈવેટ ચેનલમાં ટોક શો કરતો હતો. જેમાં તે ખૂબ જ ઓછા કપડાં પહેરેલી મહિલાઓને નચાવતો હતો. આ સ્ત્રીઓને ઓક્ટર કિટન્સ કહેતો હતો. કિટન્સ એટલે બિલાડીના બચ્ચા. A9 ચેનલ પર તુર્કીની મીડિયાને વોચડોગ કહેનારાને રેડિયો એન્ડ ટેલિવિઝનની સુપ્રીમ કાઉન્સિલે ઘણી વખત દંડ પણ ઠોક્યો છે. છતાં આ ચેનલ 2018ની સાલ સુધી ચાલતી રહી અને કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહી.

રોયટર્સની રિપોર્ટનું માનવામાં આવે તો ઓક્ટરે 1970ની સાલમાં પોતાના સમર્થકોનું સમૂહ બનાવવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે તેના ઓર્ગેનાઈઝેશન સાથે અસંખ્ય લોકો જોડાતા ગયા. ઓક્ટર પર પહેલા જ ક્રિમિનલ ગેંગ બનાવવાના આરોપ લાગેલા હતા. પણ એ કેસમાં તેને મુક્ત કરી દેવામાં આવ્યો. જુલાઈ 2018માં તેની ધરપકડ કરવામાં આવી હતી. અલજજીરાની એક રિપોર્ટ પ્રમાણે તુર્કી પોલીસની ફાઈનાન્સિયલ ક્રાઈમ યુનિટે ઓક્ટર વિરૂદ્ધ એક ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન પાંચ પ્રાંતમાં કરવામાં આવ્યું હતું. જે પછી જુલાઈ 2018ની સાલમાં ઈસ્તામ્બુલમાં ઓક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. છેતરપિંડી, સેક્સ્યુલ અસોલ્ટ અને સેનાની જાસૂસી જેવા ગંભીર આરોપો તેના પર લાગ્યા હતા. પોલીસની પાસે ઓક્ટરની સંસ્થાની સાથે જોડાયેલા કુલ 235 લોકોની ધરપકડનું વોરંટ હતું. 2018થી લઈને અત્યાર સુધી આશરે 78 લોકોની પોલીસ ધરપકડ કરી ચૂકી છે. બે વર્ષ સુધી આ કેસમાં કોર્ટે સુનાવણી કરી અને હવે સજા એવી આપી કે બધાની ચોટલી ખીતો થઈ ગઈ.

oktor 2

ધ ગાર્ડિયનની રિપોર્ટ પ્રમાણે કોર્ટે સેક્સ ક્રાઈમના આરોપોની પણ સુનાવણી પૂરતો અભ્યાસ કરી હતી. આ ક્રાઈમનું વિવરણ કરવામાં આવ્યું. ઓક્ટરે ડિસેમ્બર 2020માં કોર્ટને જણાવ્યું કે, તેની આશરે એક હજાર ગર્લફ્રેન્ડ છે. આ સુનાવણીમાં તેણે કહ્યું હતું કે, ‘મહિલાઓ માટે મારા હ્રદયમાં પ્રેમનો અતિપ્રવાહ વહે છે. પ્રેમ એક માનવીય ગુણ છે. આ એક મુસ્લિમની ક્વોલિટી છે.’

ઓક્ટરની ટ્રાયલ દરમિયાન એક મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે, ઓક્ટર સતત તેનું અને અન્ય સ્ત્રીઓનું શોષણ કરતો રહેતો હતો. એ જ મહિલાએ જણાવ્યું કે 17 વર્ષની હતી ત્યારે તેણે ઓક્ટરની સંસ્થાને જોઈન કરી હતી.  તેણે જણાવ્યું કે, ઓક્ટર મહિલાઓનો રેપ કરતો હતો અને તેને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવતો હતો. પોલીસને પણ ધરપકડ દરમિયાન 69.000 જેટલી ગર્ભનિરોધક ગોળીઓ મળી છે. કોર્ટે જ્યારે આ વિશે ઓક્ટરને સવાલ પૂછ્યો તો તેનું કહેવું હતું કે, ચામડીને સંલગ્ન સમસ્યાઓ અને પીરિયડ્સની અનિયમિતતાઓને ઠીક કરવા માટે એ આ દવાઓનો ઉપયોગ કરતો હતો.

oktor 3

ઓક્ટરની ઓર્ગેનાઈઝેશનમાં રહેલી એક મહિલાએ TRT વર્લ્ડને 2018ની સાલમાં એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂ ઓક્ટરની ધરપકડ બાદ તુરંત જ થયો હતો. મહિલાએ જણાવ્યું હતું કે એ સંગઠન છોડવા ઈચ્છે છે. પણ તેને એક રીતે બંધક બનાવીને રાખવામાં આવી છે. એ મહિલાએ સ્પષ્ટ શબ્દોમાં કોર્ટની સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી, ‘2013માં મેં સંગઠન છોડવાની કોશિશ કરી હતી. પણ દુર્ભાગ્યવશ મારો એ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો. કારણ કે તેમણે મને ભાગતા જોઈ લીધી હતી અને રોકી લીધી હતી. હું સમજવા લાગી હતી કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. મેં ત્યારે નિર્ણય કર્યો કે હવે આ સંગઠનનો ભાગ મારે નથી રહેવું. પણ 2017 સુધી હું આ સંગઠનને છોડી ન શકી. ત્યાં રહેવું એ એક રીતે કેદ હતી.’

ઓક્ટર સિવાય કોને કોને સજા થઈ ?

રોયટર્સની રિપોર્ટ પ્રમાણે ઓક્ટર સહિત તેની સંસ્થાઓના 13 હાઈ રેન્કિંગ મેમ્બર્સને કુલ 9,803 વર્ષની સજા થઈ છે. જેમાંથી એક વ્યક્તિને 211 વર્ષની અને બીજા એક વ્યક્તિને 186 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments