Homeવિશેષવૈજ્ઞાનિકોને બાદમાં ખબર પડી કે જે કાચબો તેમની પાસે 2 વર્ષથી છે...

વૈજ્ઞાનિકોને બાદમાં ખબર પડી કે જે કાચબો તેમની પાસે 2 વર્ષથી છે એ 100 વર્ષ પહેલા લુપ્ત થઈ ચૂક્યો હતો

Team Chabuk-National Desk: 100 વર્ષ પહેલા જે પ્રજાતિના કાચબાનું અસ્તિત્વ લુપ્ત થઈ ચૂક્યું હતું તે પ્રજાતિની માદા કાચબાએ દેખા દેતા પ્રાણીપ્રેમીઓમાં હરખની હેલી છવાઈ ગઈ છે. એ તંદુરસ્ત છે અને તેને હરતા ફરતા જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. આ માદા કાચબાની પ્રજાતિ શિલોનોયોડિસ ફેટાસ્ટિક્સ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્રજાતિની આ અંતિમ માદા કાચબો છે. જે 100 વર્ષ પહેલા વિલુપ્ત થઈ ગઈ હતી. જોકે હાલમાં જ ઈક્વાડોરના ગૈલાપૈગોસ આઈલેન્ડમાં આ માદા કાચબાએ પુન: દેખા દીધી છે.

આ માદા કાચબાને ગૈલાપૈગોસ આઈલેન્ડના સમૂહ પર ફર્નાડિના આઈલેન્ડ પર બે વર્ષ પૂર્વે જોવામાં આવી હતી. ત્યારથી તેના સ્વાસ્થ્યની તપાસ ચાલી રહી છે. તેને બચાવવા માટે ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જ્યારે વૈજ્ઞાનિકોએ તેની પ્રજાતિના વિશે ભાળ મેળવી ત્યારે તેઓ ચોંકી ગયાં હતાં. કાચબાની આ પ્રજાતિને 100 વર્ષ પહેલા વિલુપ્ત ઘોષિત કરી દેવામાં આવી હતી. હવે એ પ્રજાતિનો જ અંતિમ કાચબો જીવિત છે તેની જાણકારી મળતા વૈજ્ઞાનિકો ખુશ છે.

આ માદા કાચબાની વાત કરવામાં આવે તો તે 100 વર્ષથી પણ વધારે વર્ષની છે. હાલ તેને સાન્તાક્રૂઝ આઈલેન્ડના બ્રીડીંગ સેન્ટરમાં રાખવામાં આવી છે. ગૈલાપૈગોસ નેશનલ પાર્કના જીવ વૈજ્ઞાનિક હવે આ પ્રજાતિના કાચબાઓની શોધખોળ કરવા માટે એક મિશનની તૈયારી કરી રહ્યા છે. તેમને લાગી રહ્યું છે કે જે ટાપુ પર આ હતી ત્યાં આવા અનેક બીજા પણ હોય. થઈ શકે કે બધા વિલુપ્ત ન પણ થયા હોય. એવું પણ હોય શકે કે આ માદા કાચબાએ અન્ય કાચબાઓને જન્મ પણ આપ્યો હોય.

શિલોનોયડિસ ફેટાસ્ટિક્સ પ્રજાતિના કેટલાક કાચબાઓને શોધવામાં ગૈલાપૈગોસ કન્જરવેન્સીનાં લોકો અને યેલ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ હાજર રહેશે. ગૈલાપૈગોસ પાર્કે પોતાના નિવેદનમાં કહ્યું છે કે યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કાચબાનું DNA ટેસ્ટિંગ કરી રહ્યાં છે. જે પછી જણાવ્યું કે આ 100 વર્ષ પહેલા વિલુપ્ત થયેલી પ્રજાતિ છે. કારણ કે તેમણે 1906થી આ પ્રજાતિના કાચબાઓથી સુરક્ષિત DNA મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

શિલોનોયડિસ ફેટાસ્ટિક્સના કેટલાક કાચબાઓ છેલ્લે 1906માં જોવા મળ્યાં હતાં. એ પછી બે વર્ષ પહેલા આ જાતિની જ માદા કાચબા દેખાય. હાલ તો વૈજ્ઞાનિકો આ કાચબાનાં સેમ્પલ લઈને 1906માં જોવા મળેલા નર કાચબાના સેમ્પલની સાથે ચેક કરી રહ્યા છે. તેઓ એ જાણવા માગે છે કે શું આ બંને કાચબાઓ એક જ પરિવાર સાથે સંલગ્ન હતા કે અલગ અલગ.

ગૈલાપૈગોસ ટાપુ જ એ જગ્યા છે જ્યાં સૃષ્ટીના મહાન વૈજ્ઞાનિકમાંથી એક ચાર્લ્સ ડાર્વિને ઉતક્રાંતિના સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હતો. આ વાત 19મી સદીની છે. એ સમયે અહીં વિભિન્ન પ્રજાતિઓનાં કાચબાઓ વસવાટ કરતા હતા. ફ્લેમિંગો, બૂબીસ, અલ્બાટ્રોસ અને કોમોરેટ્સ રહેતા હતા. કોમોરેટ્સ સમુદ્રી પક્ષીઓની એક પ્રજાતિનું નામ છે.

ગૈલાપૈગોસ દ્રીપ પર વિભિન્ન પ્રજાતિઓના જીવ જંતુ વસવાટ કરે છે. જોકે તેમાંથી ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાના આરે આવીને ઊભી છે. 100 વર્ષ પહેલા જે લુપ્ત કાચબા હતા તે ફરી વખત મળી આવતા ઈક્વાડોરના પ્રધાનમંત્રીએ પણ વિશ્વની સમક્ષ આ વાત રાખી હતી અને જણાવ્યું હતું કે તેની સારસંભાળ રાખવામાં આવી રહી છે. આ જીવને બચાવવાની પૂરતી તૈયારી સરકારે કરી લીધી છે.

ગૈલાપૈગોસ દ્રીપ પર અત્યારે 60 હજાર કાચબાઓ છે. દુ:ખની વાત એ છે કે લોનસમ જ્યોર્જના નામથી પ્રસિદ્ધ પિનાટા આઈલેન્ડનો કાચબો પોતાની જાતિનો છેલ્લો નર હતો. તેની 2012માં મોત થઈ ગઈ હતી. તેની પેઢી અને પ્રજાતિ તેની સાથે જ ખત્મ થઈ ગઈ.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગૈલાપૈગોસ દ્રીપ પર કાચબા 20થી 30 લાખ વર્ષ પહેલા આવ્યા હતા. આ દક્ષિણ અમેરિકાના તટથી 1000 કિલોમીટરની યાત્રા કરીને આવ્યા હશે અથવા તો કોઈ શાકભાજીથી ભરેલા જહાજમાં અહીં પહોંચ્યા હશે. આ સિવાય આ દ્રીપ પર અસંખ્ય સરીસૃપ પણ આવ્યા હશે. ચાર્લ્સ ડાર્વીને ગૈલાપૈગોસ ટાપુ પર પાંચ અઠવાડિયા સુધી અભ્યાસ કર્યો હતો. જેમાં તેમણે કાચબાઓથી લઈને સરીસૃપો સુધીનો અભ્યાસ કર્યો હતો. સાથે જ ઉતક્રાન્તિની થીયરીમાં આ જીવોનું શું યોગદાન છે એ પણ જણાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments