Homeસિનેમાવાદમિત્રો... સિનેમાની સૌથી મોટી મહામારી રેસ-3 ઘોષિત થયા બાદ હવે રેસ-4 પણ...

મિત્રો… સિનેમાની સૌથી મોટી મહામારી રેસ-3 ઘોષિત થયા બાદ હવે રેસ-4 પણ બની રહી છે

ઝાલાવાડી જલજીરા: 2008માં રેસ ફિલ્મ આવી હતી. જેનું સસ્પેન્સ થ્રીલર દિગ્દર્શક અબ્બાસ મસ્તાનને રહસ્યની દુનિયામાં એક ડગલું આગળ લઈ ગયું. અગાઉ તેમણે જ બાઝીગર અને ખિલાડી જેવી સુપર સસ્પેન્સ થ્રીલર ફિલ્મો બનાવી ઉદ્યોગ જગતમાં ન માત્ર પોતાને પણ શાહરૂખ અને અક્ષયને પણ જગ્યા અપાવી હતી. રેસ ફિલ્મમાં દર પંદર મિનિટે કહાનીમાં ટ્વીસ્ટ આવી જતો હતો. મુખ્ય ભૂમિકામાં સૈફ અલી ખાન, બિપાશા બાસુ, અક્ષય ખન્ના, કેટરિના કૈફ, અનિલ કપૂર અને સમીરા રેડ્ડી હતા. 2008ની કેટલીક હીટ ફિલ્મોમાંથી રેસ સુપરહીટ રહી. વર્ષની પહેલી સુપરહીટ ફિલ્મ.

સુપરહીટ ફિલ્મોની રિમેક બનાવાનું ચલણ ત્યારે ફરી પેદા જ થયું હતું. રેસની પણ રિમેક બની. એ પણ ચાલી. કલાકારો થોડા અહીંથી ત્યાં કરવામાં આવ્યા હતા. જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ અને જેક્લીનની એન્ટ્રી કરાવામાં આવી હતી. અનિલ સાથે આ વખતે અમીષા પટેલ હતી. આયર્ન મેનના હિન્દી વોઈસ ઓવર આર્ટિસ્ટ રાજેશ ખટ્ટર પણ હતા.

અહીં સુધી બધુ બરાબર ચાલતું હતું અને રેસ-3 આવી ગઈ. જેમાં નથી અબ્બાસ મસ્તાન કે નથી સૈફ અલી ખાન. ભૌતિકશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન કરી બનાવવામાં આવેલી રેસ-3 ફિલ્મ પર એટલા મીમ્સ બન્યા અને આજે પણ બને છે કે તે દુનિયાની એકમાત્ર ભંગાર ફિલ્મ હોય એવું લાગ્યા વિના ન રહે. એકદમ ઢંગધડા વગરની કાસ્ટની સામે ધડમાથા વિનાની પટકથા રાખી દેવામાં આવી હતી. જેક્લીન અને અનિલ કપૂર સિવાયના તમામ કલાકારો બદલી ગયા હતા. બોબી દેઓલ માટે કમબેક ફિલ્મ હતી. શા માટે ? ખબર નહીં!

સૈફની જગ્યા સલમાને મેળવી ફિલ્મને ઉંધી ચત્તી કરી નાખી. આપને પણ આ પૃષ્ઠભૂમિનો ખ્યાલ જ હશે. હવે રેસ-4 બનવાની હોવાના સમાચાર સામે આવ્યા છે. રેસ-3માં રેમો ડિસુઝાએ દિગ્દર્શન કર્યું હતું. કેવી રીતે એક દિગ્દર્શક જે સતત નિષ્ફળ ફિલ્મો આપતો હોય તેને કોઈ સુપરહીટ સિરીઝની કમાન જોયા વિચાર્યા વિના આપી દેતા હશે? ચલો યે ભી ઠીક હૈ!

રેસ-4ની પટકથા પણ અગાઉ ત્રણ ફિલ્મોની કથા લખનારા શિરાઝ અહમદે જ લખી છે. ફિલ્મ અબ્બાસ મસ્તાન દિગ્દર્શિત કરશે કે નહીં તેના પર હજુ સુધી કોઈ મહોર મારવામાં નથી આવી. પ્રોડ્યુસર રમેશ તૌરાની આ ફિલ્મને લઈ ટૂંક સમયમાં જાહેરાત કરશે. પહેલા પટકથા ત્યારબાદ કાસ્ટિંગ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments