Homeસિનેમાવાદસંજય લીલા ભણસાળીએ શરૂ કર્યું હીરા મંડી (Heera Mandi)નું શૂટિંગ

સંજય લીલા ભણસાળીએ શરૂ કર્યું હીરા મંડી (Heera Mandi)નું શૂટિંગ

Team Chabuk-Entertainment Desk: કોરોનાની બીજી લહેર ધીમી પડતાં હવે ફિલ્મ અને સિરિયલોના શૂટિંગના ગાડી પણ પાડે ચડી રહી છે. આલિયા ભટ્ટ સ્ટારર ગંગૂબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ ફિલ્મ મેકર સંજય લીલા ભણસાળી (Sanjay Leela Bhansali)એ આગામી પ્રોજેક્ટ હીરા મંડી (Heera Mandi)નું શૂટિંગ શરૂ કરી દીધું છે. જો કે સંજય લીલા ભણસાળી (Sanjay Leela Bhansali) આ વેબ સિરીઝને ડાયરેક્ટ નહીં કરે માત્ર પોડ્યુસ જ કરવાના છે.

સંજય લીલા ભણસાળી (Sanjay Leela Bhansali) પોતાના આ નવા પ્રોજેક્ટને લઈને ખુબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે. ફિલ્મફેયરના એક અહેવાલ મુજબ, સંજય લીલા ભણસાળી (Sanjay Leela Bhansali)એ હીરા મંડી (Heera Mandi)નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ શૂટિંગ ત્યાં જ ચાલી રહ્યું છે જ્યાં ગંગૂબાઈ કાઠિયાવાડીનો સેટ લગાવવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે ગંગૂબાઈ કાઠિયાવાડીના શૂટિંગનો અમૂક હિસ્સો શૂટ કરવાનો બાકી હતો જેને તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ બાદ સંજય લીલા ભણસાળી (Sanjay Leela Bhansali)એ તરત જ હીરા મંડી (Heera Mandi)નું શૂટિંગ ચાલુ કરી દીધું છે. અહેવાલોનું માનીએ તો સંજય લીલા ભણસાળી હાલ કોઈ પ્રકારનો આરામ કરવા માગતા નથી.

હીરા મંડીના કાસ્ટની વાત કરીએ તો, હજુ સુધી કાસ્ટને લઈને કોઈ પાક્કી ખબર મળી નથી. પરંતુ કહેવામાં આવ્યું છે કે આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha), હુમા કુરેશી (Huma Qureshi), નિમરત કૌર (Nimrat Kaur), મનીષા કોઈરાલા (Manisha Koirala) અને સયાની ગુપ્તા (Sayani Gupta) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ પહેલા સમાચાર મળ્યા હતા કે હીરા મંડી (Heera Mandi)માં એશ્વર્યા રાય બચ્ચન, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)  મુખ્ય ભૂમિકામાં હશે.

એવું કહેવામાં આવી રહ્યું હતું કે સંજય લીલા ભણસાળીના બન્ને પ્રોજેક્ટ એટલે કે ગંગૂબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) અને હીરા મંડી (Heera Mandi) એક જ છે. ગંગૂબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) કમાઠીપુરાની બેગમ ગંગૂબાઈ પર આધારિત છે જ્યારે હીરા મંડી (Heera Mandi) લાહોરના રેડ લાઈટ એરિયા અને ત્યાંના કલ્ચર પર આધારિત હશે. ગંગૂબાઈ કાઠિયાવાડી 30 જુલાઈના દિવસે રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગન (ajay Devgan), હુમા કુરેશી (Huma Qureshi),, ઈમરાન હાશ્મી (imran Hashmi), વિજય રાજ (vijay raj) અને સીમા પહવા (seema pahva) જેવા સ્ટાર્સ નજર આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments