Team Chabuk-Cinema Desk: હોલિવુડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ (Fast And Furious) મજાકનો વિષય બની ગઈ છે. તેમાં વારંવાર ફેમિલી શબ્દને ટાર્ગેટ કરી વિન ડિઝલના નામ પર અઢળક મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. આ ફ્રેન્ચાઈઝીની ખાસિયત એ છે કે એક બાદ એક મોટા અભિનેતાઓને તે રજૂ કરતી રહે છે. છેલ્લી ફિલ્મમાં ડબલ્યૂ ડબલ્યૂ ઈ સ્ટાર જ્હોન સીનાને ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. આ સિરીઝ જે વ્યક્તિના કારણે ફરીથી જોવા લાયક બની, તે પણ ડબલ્યૂ ડબલ્યૂ ઈનો ભૂતપૂર્વ સ્ટાર ધ રોક ઉર્ફ ડ્વેન જ્હોન્સન (Dwayne Johnson) છે.
ડ્વેનના કારણે ભારતમાં સિરીઝની લોકપ્રિયતા ટોચ પર પહોંચી ગઈ હતી. જે પછી રોકડી કરી લેવાના ઈરાદે ધ રોક ઉર્ફ ડ્વેનને ફાસ્ટ ફ્રેન્ચાઈઝીએ હોબ્સ એન્ડ શો નામની અલગથી ફિલ્મ આપી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે ડ્વેઈન આ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો નથી. ફિલ્મમાં ડ્વેન હોબ્સના પાત્રમાં જોવા મળતો હતો. ગત કેટલાક દિવસોથી હોલિવુડમાં એવી ચર્ચા હતી કે ડ્વેન અને વિન ડિઝલની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે ડ્વેને આ ફ્રેન્ચાઈઝીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
મીડિયા સાથે વાતચીત કરતા ડ્વેને કહ્યું હતું કે, ‘હું હસ્યો અને હું ખૂબ જોરથી હસ્યો, મને લાગે છે કે દરેક વ્યક્તિ એ વાત પર હસ્યો હશે અને હું તેને ત્યાં જ છોડી દઉં છું. હું તેમને ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 9 માટે શુભકામનાઓ આપું છું. હું તેમને ફાસ્ટ-10, ફાસ્ટ 11ની આગળની તમામ ફિલ્મો માટે અભિનંદન પાઠવું છું, જે તેઓ મારા વિના કરશે.’
રેસલર તરીકેની કારકિર્દી છોડીને ફિલ્મોમાં નસીબ અજમાવવા આવેલ ડ્વેન આજે વિશ્વના સૌથી મોંઘા એક્ટરમાંથી એક છે. ધ સ્કોર્પિયન કિંગ ફિલ્મથી ડ્વેને અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી. ડબલ્યૂ ડબલ્યૂ ઈ સ્ટાર્સ ફિલ્મો બાબતે ભાગ્યશાળી પૂરવાર નથી થયા. ઘણા રેસલર્સે અભિનય અને કદના કારણે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, પણ તેમને પાછું રેસલિંગનું શરણું જ લેવું પડ્યું છે. જોકે ડ્વેઈનને તેમાં અપવાદ ગણવો રહ્યો. વિશ્વભરમાં તેની ફિલ્મો બોક્સઓફિસ પર ધાકડ બિઝનેસ કરે છે.
હાલમાં જ ડ્વેને ડીસી કોમિકની સુપરહીરો ફિલ્મ બ્લેક એડમનું શૂટિંગ પૂરું કરી લીધું છે, જેનું ટ્રેલર આ વર્ષના અંતમાં અને ફિલ્મ આવતા વર્ષે 29 જુલાઈ 2022માં રિલીઝ થશે. એટલે કે ફિલ્મને હજુ એક વર્ષની રાહ હોવા છતાં અત્યારથી જ તેની ચર્ચાઓ થઈ રહી છે. હાલ ડ્વેન પોતાની આગામી ફિલ્મ જંગલ ક્રૂઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં તે ફરી એક્શન અને એડવેન્ચર કરતો જોવા મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત