Homeતાપણુંપ્રિયંકા ગાંધીએ શિમલાથી એક ફોન કર્યો અને સિદ્ધુને પાછું પંજાબ ભવન જવું...

પ્રિયંકા ગાંધીએ શિમલાથી એક ફોન કર્યો અને સિદ્ધુને પાછું પંજાબ ભવન જવું પડ્યું

Team Chabuk-Political Desk: કોંગ્રેસની પંજાબ બ્રાન્ચ હવે સિદ્ધુ સંભાળી રહ્યા છે. શુક્રવારના રોજ તેમણે દસ હજારથી વધારે સમર્થકોની ઉપસ્થિતિમાં કાર્યભાર સંભાળ્યો હતો. આંતરિક વિખવાદોથી ઘેરાયેલી કોંગ્રેસ પાર્ટીએ ટીવી સામુ એકજૂટ હોવાની વાત દેખાડી હતી. દસ હજાર કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જામેલો આ રાજકીય શંભુમેળો સફળ એ માટે પણ રહ્યો કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ હાજર રહ્યા હતા અને એક સાથે કામ કરવાની વાત ઉચ્ચારી કોંગ્રેસ પાર્ટીમાં જોમ લાવ્યું હતું.

કેટલાય દિવસોથી સિદ્ધુ અને કેપ્ટનની વચ્ચે ઢીશૂમ ઢીશૂમ ચાલી રહ્યું છે. જે યુદ્ધે ગઈકાલે વિસામો લીધો હતો. ગુરૂવારના રોજ સિદ્ધુને ચા-પાર્ટી માટે પંજાબ ભવનમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પહેલા કેપ્ટને કહ્યું હતું કે જ્યાં સુધી નવજોત સિંહ સિદ્ધુ સોશિયલ મીડિયા પર આપેલા પોતાના નિવેદનો મુદ્દે સાર્વજનિક માફી નથી માગી લેતા, ત્યાર સુધી હું તેની સાથે મુલાકાત નહીં કરું. શુક્રવારના રોજ નવજોત સિંહ સિદ્ધુ પંજાબ ભવનમાં કેપ્ટનની ચા પાર્ટીમાં પહોંચ્યા હતા. જોકે અહીં પ્રિયંકા ગાંધીએ દખલ દેતા સિદ્ધુ રિટર્ન થયા હતા.

કોંગ્રેસ ભવનમાં તાજપોશી પહેલા પંજાબ ભવનમાં કેપ્ટને તમામ મંત્રીઓને નિમંત્ર્યા હતા. ધારાસભ્યો અને સાંસદોને ચા પાણી પીવા બોલાવ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુ જ્યારે પંજાબ ભવન પહોંચ્યા ત્યાર સુધી કેપ્ટન ત્યાં નહોતા આવ્યા. સિદ્ધુ થોડીવાર ઔપચારિક વાતચીત કર્યા બાદ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જે વાતની સૂચના હરિશ રાવતે તત્કાલ પ્રિયંકા ગાંધીને આપી હતી. જે શિમલામાં હાજર હતા.

પ્રિયંકા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધુને ફોન કરી ફરી વખત પંજાબ ભવન જવાનું કહ્યું હતું. આખરે સિદ્ધુ પંજાબ ભવન પરત ફર્યા હતા. ત્યાં સુધીમાં કેપ્ટન ત્યાં પહોંચી ચૂક્યા હતા. સિદ્ધુએ તેમની સામે દૂરથી જ હાથ ઊંચા કરી રામ રામ કરી લીધા હતા જ્યારે સિદ્ધુની આદતથી પંજાબનું જ નહીં દેશનું દરેક ઘર વાકેફ છે કે એ મુલાકાતમાં ગર્મજોશી રાખે છે. શાયરી ફટકારે છે અને ગળે લાગી પડે છે. જેના અહીં દર્શન નહોતા થયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments