Team Chabuk-National Desk: ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાફ છે. હિન્દુત્વની સાથે સાથે ગૌહત્યા તેમના માટે મોટો મુદ્દો છે. ગૌહત્યા પર પ્રતિબંધ લાવવાની પણ ખાસ્સા સમયથી ચર્ચાઓ ચાલે છે. એવામાં ભાજપ સરકારના મંત્રીએ એક નિવદનથી પ્રતિબંધ ઉપર જ પાણી ઢોળ કરી દીધું છે.
મેઘાલયની ભાજપ સરકારના મંત્રી સનબોર શુલ્લઈએ રાજ્યના લોકોને મટન ખાવાની સલાહ આપી છે. આ નેતાજી પશુપાલન અને પશુચિકિત્સક મંત્રી છે. શનિવારના રોજ તેમણે લોકોને સંબોધન કરતા કહ્યું કે, ‘મટન અને માછલી કરતા વધારે બીફ ખાવ. જેથી અલ્પસંખ્યક લોકોની એ ધારણા દૂર થઈ ગઈ છે કે નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી ગૌહત્યા પર પ્રતિબંધ લગાવશે.’
સનબોર શુલ્લઈએ ગત અઠવાડિયે જ કેબિનેટ મંત્રી પદની શપથ લીધી હતી. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે, હું લોકોને ચીકન, મટન અને માછલી કરતા વધારે બીફ ખાવાની સલાહ આપું છું. જેથી અલ્પસંખ્યકોમાં જે ગેરમાન્યતા પ્રવર્તી રહી છે કે ભારતીય જનતા પાર્ટી ગૌહત્યા પર પ્રતિબંધ લગાવશે એ દૂર થઈ જાય.
વધુમાં મંત્રીજી સનબોર શુલ્લઈ કહે છે કે, ભારત એક લોકતાંત્રિક દેશ છે. એવામાં અહીં દરેક વ્યક્તિ જે ખાવા ઈચ્છે તે ખાઈ શકે છે. એ ખાવા માટે સ્વતંત્ર છે. એટલું જ નહીં એમણે લોકોને ભરોસો આપ્યો છે કે તેઓ અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા રસમા સાથે વાત કરશે અને સુનિશ્ચિત કરશે કે અસમના નવા ગાય અંગેના કાયદાથી પશુપાલન ઉછેર કરનારાઓ પ્રભાવિત ન થાય.
તો અસમ અને મેઘાલયની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને લઈ સનબોર શુલ્લઈએ કહ્યું કે, આ યોગ્ય સમય છે કે રાજ્ય સીમા અને પોતાના લોકોની રક્ષા માટે પોલીસ ફોર્સનો ઉપયોગ કરે. તેમણે કહ્યું કે, અસમના લોકો સીમા ક્ષેત્રની બહાર અમારા લોકોનું ઉત્પીડન કરે છે. તો સમય માત્ર વાત કરવાનો અને ચાની ચુસ્કી લગાવવાનો નથી. આપણે જવાબ દેવો પડશે અને કાર્યવાહી કરવી પડશે. જોકે તેઓએ કહ્યું કે, તેઓ હિંસાનું સમર્થન બિલકુલ નથી કરતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત