Homeતાપણુંમનાઈ હોવા છતાં રાજસ્થાનના સાંસદ કિરોડી લાલ મીણાએ આમાગઢ કિલ્લા પર ઝંડો...

મનાઈ હોવા છતાં રાજસ્થાનના સાંસદ કિરોડી લાલ મીણાએ આમાગઢ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો

Team Chabuk-National Desk: રાજસ્થાનના જયપુરમાં બીજેપી સાંસદ ડૉ.કિરોડી લાલ મીણાએ પરવાનગી ન મળી હોવા છતાં આમાગઢ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો હતો. તેઓ આમાગઢ કિલ્લામાં પુજા કરવા ઈચ્છતા હતા. જોકે પોલીસે તેઓ પહોંચે એ પહેલા જ તેમની અટકાયત કરી લીધી હતી. તોપણ તેઓ ઝંડો લહેરાવવામાં સફળ થઈ ગયા હતા.

હવે આ સમગ્ર ઘટનાએ આગ પકડી છે. કોંગ્રેસના ધારાસભ્ય રામકેશ મીણાએ પહેલા જ કથિત રીતે આમાગઢ કિલ્લામાં લહેરાવવામાં આવેલો ભગવો ઝંડો ફાડી નાખ્યો હતો. જે બાદ કિરોડી લાલ મીણાએ મીણા સમાજનો ઝંડો આમાગઢ કિલ્લા પર લહેરાવ્યો. પોલીસ કિરોડી લાલ મીણાની અટકાયત કરે એ પહેલા જ તેમણે કિલ્લા પર ઝંડો લહેરાવી દીધો હતો.

પોલીસે આ ઘટના બાદ તેમની અટકાયત કરી છે, જ્યારે ભાજપના સાંસદ દાવો કરી રહ્યા છે કે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. એમણે ટ્વીટ કરી ઝંડો લહેરાવ્યો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં લખ્યું છે કે, મારી આમાગઢ ફોર્ટથી ધરપકડ કરી લેવામાં આવી હતી.

જણાવી દઈએ કે રાજસ્થાનના મીણાઓનો એક વર્ગ આરએસએસ સહિત હિંદુ સંગઠનોની સામે સંઘર્ષ કરી રહ્યો છે અને દાવો કરી રહ્યો છે કે મીણાઓની એક અલગ ઓળખ છે અને તેઓ હિંદુ નથી. મીણા સમુદાયના નેતા અને ધારાસભ્ય રામકેશ મીણા દ્વારા થોડા દિવસો પહેલ આમાગઢ કિલ્લામાં કથિત રીતે ફરકી રહેલા ભગવા ઝંડાને ફાડી નાખ્યા બાદ વિવાદે જોર પકડ્યું હતું.

ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આદેશ જાહેર કર્યો હતો અને કોઈને પણ આમાગઢ કિલ્લાનો પ્રવાસ ન કરવાની સૂચના આપી હતી. આમ છતાં આજે ભાજપના રાજ્યસભાના સાંસદ ડો. કિરોડી લાલ મીણા પોલીસના હાથમાંથી છટકીને કિલ્લા સુધી પહોંચવામાં સફળ થઈ ગયા હતા. પોલીસ પહોંચે તે પહેલા કિલ્લા પર ઝંડો ફરકાવી દેવામાં આવ્યો હતો.

બીજી બાજુ રાજસ્થાન ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વીટ કરી જણાવ્યું છે કે આમાગઢ કિલ્લાના વિષયમાં ધર્મના નામ પર રાજનીતિ કરી રહેલી કોંગ્રેસને જવાબ આપનારા સાંસદ ડૉ. કિરોડી લાલ મીણાની ધરપકડ એ નિંદનીય ઘટના છે. ડો. મીણાને તુરંત છોડી મૂકવામાં આવે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments