Homeસિનેમાવાદધનુષને કોર્ટની ફટકાર: સામાન્ય માણસ પણ આજે પેટ્રોલના ભાવ વધારાના કારણે ટેક્સ...

ધનુષને કોર્ટની ફટકાર: સામાન્ય માણસ પણ આજે પેટ્રોલના ભાવ વધારાના કારણે ટેક્સ ભરી રહ્યો છે…

Team Chabuk-National Desk: અલ્ટ્રા લગ્ઝરી કાર રોલ્સ રોયસના કારણે ચાર સેલિબ્રિટીઓને કોર્ટે ફટકાર લગાવી છે. જેમાં સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર ધનુષનો પણ સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલા સાઉથ ઈન્ડિયાના સુપરસ્ટાર વિજયને મદ્રાસ હાઈકોર્ટે ફટકાર લગાવી હતી. હવે કોર્ટે ધનુષને પણ ફટકાર લગાવી છે. વર્ષ 2015માં કોર્ટમાં દાખલ અભિનેતાની યાચિકાને નિરસ્ત કરવાનો નિર્દેશ દેતા પહેલા ઈન્કાર કરી દીધો હતો. સાથે જ કોર્ટે 2018માં સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવ્યા બાદ પણ ટેક્સ ન ભરતા ધનુષની આલોચના કરી હતી.

જસ્ટીસ સુબ્રમણ્યમે અભિનેતાના વકીલને ફટકાર લગાવતા કહ્યું હતું કે, અભિનેતા તો હેલિકોપ્ટર ખરીદવાના પણ હકદાર છે. પણ તેના માટેય ટેક્સ તો ભરવો જ પડશે. કોર્ટે કહ્યું હતું કે, ફક્ત પચાસ રૂપિયામાં પેટ્રોલ ભરાવનારો સામાન્ય માણસ પણ આજે પેટ્રોલના ભાવ વધારાના કારણે ટેક્સ ભરી રહ્યો છે. તો પછી તમને આનાથી પરેશાની શા માટે થઈ રહી છે. કોર્ટે ધનુષના વકિલને એક અન્ય કારણે પણ ફટકાર લગાવી હતી.

આ પહેલા કોર્ટે અભિનેતા વિજયની સામે પણ લાલ આંખ કરી હતી. વિજય પર આરોપ હતો કે તેણે રોલ્સ રોયસ કારની ખરીદીમાં એન્ટ્રી ટેક્સમાં ચોરી કરી છે. અભિનેતાએ કોર્ટને અપીલ કરી હતી કે આ ટેક્સને હટાવી દેવામાં આવે. મદ્રાસ હાઈકોર્ટે રાહત આપતા વિજય પર લગાવવામાં આવેલા એક લાખ રૂપિયાના જુર્માના પર અંતરિમ રોક લગાવી દીધી છે.

કોર્ટમાં અભિનેતા વિજયના વકિલે કહ્યું હતું કે, તમામ નાગરિકોને ટેક્સ લગાવવા પર સવાલ ઉઠાવવાનો અધિકાર છે. જો ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટીસ આપે છે તો એક અઠવાડિયાની અંદર અંદર ટેક્સની ચૂકવણી કરવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments