Team Chabuk-Political Desk: ભારતીય જનતા પાર્ટીના કેટલાક સાંસદો પ્રધાનમંત્રીની પ્રશસ્તિ કરવામાં પાછળ વળીને નથી જોતા. પણ પ્રશંસાના અતિરેકમાં તેઓ એટલા વહી જાય છે કે દુર્ભાગ્યે તેમને એ વાતનું પણ સ્મરણ નથી રહેતું કે ઘોડો હવે અવળી દિશામાં ભાગી રહ્યો છે. આવું જ પ્રધાનમંત્રીના એક સાંસદે કર્યું.સારું લગાડવાના ચક્કરમાં તેઓ એવા એવા વેણ બોલી ગયા કે અત્યારે સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડી રહી છે. સાંસદનું નામ છે છતરસિંહ દરબાર. મધ્યપ્રદેશની ધાર લોકસભા સીટથી ભાજપના સાંસદ છે.
છતરસિંહ દરબાર ધારમાં આયોજીત ઉજ્જવલા યોજના 2.0 કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ સમયે જ તેમની વાતનું તિરોધાન થઈ જતા ભારતથી અમેરિકા પહોંચી ગયા હતા. યુપીએ સરકાર પર આક્ષેપ કરવાના ચક્કરમાં તેમણે એટલો મોટો અને ખોટો દાવો કરી નાખ્યો કે અમેરિકાના સૈનિકો અને આતંકીઓ ભારતીય સૈનિકોના માથા કાપીને લઈ જતા હતા. આ સૈનિકો અને આતંકીઓએ માથા વડે ફૂટબોલ રમ્યું. એ પછી તેનો વીડિયો બનાવ્યો. ભારતને અપમાનિત કર્યું.
છતરસિંહ દરબારે કહ્યું કે, એ સમયની યુપીએ સરકાર અન્ય દેશોની સામે કરગરતી રહી હતી કે અમારા સૈનિકોના માથા પાછા કરી દો. તેમણે આગળ કહ્યું કે, હવે સમય બદલી ગયો છે અને મોદીજીના નેતૃત્વમાં ભારતે કરગરવું નથી પડતું. આ શ્રેણીમાં આગળ જતા તેમણે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને અમેરિકા પહોંચાડી દીધા હતા.
નેતાજીએ કહ્યું હતું કે, ‘હવે તમને યાદ હશે કે આપણો કોણ સૈનિક… એ વાયુસેનાનો અધિકારી પકડાયો હતો અમેરિકામાં. અભિનંદન! અભિનંદન ત્યાં ફૂલ વરસાવવા નહોતો ગયો. અભિનંદન ત્યાં મારવા માટે ગયો હતો. મિસાઈલ ફોડવા ગયો હતો. તોપનો ગોળો છોડવા ગયો હતો. ત્યારે કોઈ કારણોસર એ પકડાઈ ગયો. હું એ જોઈ રહ્યો હતો કે મોદીજીએ શું ટેલેન્ટ કર્યું હતું. મોદીજી કોઈની સામે નમ્યા નહીં કે મારા અભિનંદનને છોડાવામાં મદદ કરો.’
अभिनंदन ने जहाज से तोप के गोले-मिसाइल छोड़े,अमेरिकी आतंकी हमारे जवानों का सिर काटकर ले गये,वापस नहीं कर रहे थे, अमेरिकी सैनिक-आतंकी सिरों से फुटबॉल खेल रहे थे, @narendramodi गिड़गिड़ाए नहीं,मैं नहीं @BJP4India के सांसद @CSDarbarBJP कह रहे हैं @manishndtv @GargiRawat @vinodkapri pic.twitter.com/YvfG8EoSIl
— Anurag Dwary (@Anurag_Dwary) September 18, 2021
છતરસિંહ દરબાર જ્યારે પોતાની વાણી પ્રસ્તુત કરી રહ્યા હતા ત્યારે લોકો પેટ પકડીને હસી રહ્યા હતા. કેટલીય વખત લોકોએ તેમના તથ્યોને યોગ્ય ઠેરવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે નેતાજીને કંઈ ફર્ક નહોતો પડ્યો. સોશિયલ મીડિયા પર હવે નેતાજીના જ્ઞાન પર લોકો હસી રહ્યા છે. કહે છે – આટલું અદભુત જ્ઞાન હોવાથી તેમને ભારતરત્ન આપી દેવાની વાતો ટ્વીટર પર થઈ રહી છે.
જણાવી દઈએ કે આ કાર્યક્રમ મધ્યપ્રદેશના ધારના શાસકીય પીજી કોલેજમાં આયોજીત કરવામાં આવ્યો હતો. અહીં એક હજાર લોકોને મફતમાં ગેસ કનેક્શન આપવાનું હતું. કાર્યક્રમ દરમ્યાન મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન સિંહ દત્તીગામ અને જિલ્લાના મોટા અધિકારીઓ પણ હાજર હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત