Homeતાપણુંપંજાબના મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્નીએ લીધા શપથ

પંજાબના મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્નીએ લીધા શપથ

Team Chabuk-Political Desk: પંજાબને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે રાજીનામું આપ્યા બાદ ગઈકાલે પંજાબ કોંગ્રેસના દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીના નામમની જાહેરાત મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી હતી. ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજભવન ખાતે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે. પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા છે. અમરિન્દર સિંહ સરકારમાં ટેક્નિકલ શિક્ષણ અને ઔધોગિક તાલીમ મંત્રી રહેલા ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા 16મા મુખ્યમંત્રી બની ગયા છે. ચરણજીત સિંહ ચન્નીની સાથે બે નાયબ મુખ્યમંત્રીએ પણ શપથ ગ્રહણ કર્યા છે. સુખજિંદર સિંહ રંધાવા અને ઓપી સોનીએ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે.

ચરણજીત સિંહ ચન્નીને 11 વાગ્યે શપથ લેવડાવવાના હતા પરંતુ રાહુલ ગાંધીની રાહ જોવાના કારણે શપથગ્રહણમાં વિલંબ થયો હતો.. રાહુલ ગાંધી ચંદીગઢ એરપોર્ટ પહોંચ્યા બાદ રાજભવન જવા રવાના થઈ ગયા છે. ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ, સુનીલ જાખડ સહિત પંજાબ કોંગ્રેસના તમામ નેતાઓ ચંદીગઢના રાજભવન ખાતે પહોંચી ગયા હતા. સોની હિન્દુ નેતા છે જ્યારે રંધાવા જાટટ શીખ સમુદાયમાંથી છે. અત્યાર સુધી પંજાબમાં જાટ શીખ સમુદાયના મુખ્યમંત્રી બનતા રહ્યા છે.

ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા રૂપનગર ખાતે ગુરુદ્વારામાં માથું ટેક્યું. અત્રે જણાવવાનું કે કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીની પસંદગી કરીને બધાને ચોંકાવી દીધા હતા. કારણ કે જે નામ સીએમ પદની રેસમાં હતા તેમને પછાડીને જેમનું નામ જ રેસમાં નહતું તેવા ચરણજીત સિંહ ચન્નીની પસંદગી થઈ.

ચરણજીત સિંહ ચન્ની પંજાબના પહેલા દલિત સીએમ બન્યા છે. ટ્વિટર પર કોંગ્રેસ નેતાઓએ દલિત મુખ્યમંત્રી બનાવવાના નિર્ણયના ખુબ વખાણ કર્યા. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. જ્યારે રણદીપ સિંહ સુરજેવાલાએ આશાનું નવું કિરણ ગણાવ્યું. 

કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસે નવો ઈતિહાસ રચ્યો. એક દલિત સાથી, સરદાર ચરણજીત ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવીને દરેક ગરીબ સાથી અને કાર્યકરોને ગૌરવાન્વિત અને શક્તિશાળી બનાવ્યા. તારીખ સાક્ષી છે કે આજનો આ નિર્ણય પંજાબ અને દેશના દરેક વંછિત અને શોષિત સાથી માટે આશાની નવી કિરણ બનશે અને નવા દરવાજા ખોલશે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments