Team Chabuk-PoliticalDesk: રાજ્યમાં વીજળીના અછત હોવાના વહેતા થયેલા સમાચારથી ખેડૂતો સૌથી વધુ ચિંતિત બન્યા છે. ગામડાઓમાં પણ વીજ કાપ મૂકવામાં આવી રહ્યો છે. એવા પણ સમાચાર છે કે અનેક જગ્યાએ ખેડૂતોને 8 કલાકની જગ્યાએ બે કે ત્રણ કલાક જ વીજળી આપવામાં આવી રહી છે. આ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય (congress mla) લલિત કગથરાએ (lalit kagathra) સરકારની ઝાટકણી કાઢતાં ખેડૂતોને (farmer) ટકોર કરી હતી. લલિત કગથરાએ ખેડૂતોની હાલત જોઈને આક્રમક મૂડમાં આવી ગયા હતા. લલિત કગથરાએ વીજ કંપનીઓ અને સરકારને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, 8 કલાક વીજળી આપવાની તેવડ ન હોય તો 6 કલાક વીજળી આપો પણ એક સાથે આપો.
ધારાસભ્ય લલિત કગથરાએ આગળ જણાવ્યુ હતું કે, ભાજપની સરકાર જ્યારથી ગુજરાતમાં સત્તા પર આવી છે ત્યારથી ખેડૂતો પર પનોતી બેઠી છે. તમારે કોઈ પણ હિસાબે ખેડૂતોને લાઈટ આપવી પડે. અત્યારે વાવણીનો સમય છે, રવિપાકની વાવણીનો સમય છે. જીરું વાવવાનો સમય છે અને કપાસને છેલ્લું પાણી પાવાનો સમય છે. આવા સંજોગોમાં ખેડૂતોના ખેતરમાં લાઈટના કારણે એક ક્યારો પાણી પીતો નથી. ખેડૂત ઘરેથી ખેતરે પહોંચે ત્યાં તો પાવર બંધ, પાછો ઘરે આવે અને પાછો ખેતરે જાય ત્યાં લાઈટ બંધ આમ ન ચાલે. તમારે 8 કલાક વીજળી આપવાની તેવડ ન હોય તો 6 કલાક આપો પણ એક જ સાથે વીજળી આપો. અને ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. હું તો ખેડૂતોને કહું છું કે શું કામ લસણ ખાઈને ચોંટયા છો ભાજપ-ભાજપ-ભાજપ. શું કામે પગ પર કુવાડા મારો છો બરબાદ કરી દેશે તેમને. 7/12ના પાનામાં નામ નહીં રહે યાદ રાખજો.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ સરકારે કહે છે કે, અમારી પાસે કોલસો પૂરતો છે. તો કેન્દ્રના મંત્રીઓ કહી રહ્યા છે કે અઘોષિત વીજકાપ લાગુ પડી ગયો. ખેડૂતોને ઉપરથી વીજળી નથી તેવું બહાનું બતાવી વીજ કાપ આપો છો.
લલિત કગથરાએ વધુમાં કહ્યું કે, સરકાર વીજળી અને પાકના ભાવ નથી આપતી તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારો થયો છે. જેથી ખેતી બરબાદ થઈ જશે. ખેડૂત પછી ખેડૂત નહીં રહે. સરકારે ખેડૂતોની માટે શું કર્યું તેનું ઉદાહરણ તો બતાવો. આ પરથી સ્પષ્ટ થાય છે કે, સરકાર ખેડૂતોને બરબાદ કરે છે. ઔદ્યોગિક વિસ્તારમાં વીજળી આપવામાં આવે છે તો કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને વીજળી મળવી જોઈએ.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત