Homeગામનાં ચોરેદેશની 124 વર્ષ જૂની ગોદરેજ કંપનીના બે ફાટા પડશે

દેશની 124 વર્ષ જૂની ગોદરેજ કંપનીના બે ફાટા પડશે

Team Chabuk-Business Desk: સાબુથી લઈને ઘરના સંસાધનો અને રિયલ સ્ટેટ સુધી પોતાનો વ્યવસાય કરનાર, 4.1 અરબ ડોલરના વૈભવી ગોદરેજ સમૂહના બે ભાઈઓની વચ્ચે ભાગલા પડશે. સમાચાર એજન્સી પીટીઆઈની રિપોર્ટ અનુસાર આ સમગ્ર ઘટના સામે રાખનારા સૂત્રોએ જણાવ્યું હતું કે, પરિવારે 124 વર્ષ જૂના સમૂહનું સૌહાર્દપૂર્ણ રીતે વિભાજન કરવાનો નિર્ણય લીધો છે.

જે બે ભાગમાં આ સમૂહનું વિભાજન કરવામાં આવશે, તેમાંથી એક આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરનું હશે. બીજો ભાગ જમશેદ ગોદરેજ અને સ્મિતા ગોદરેજ કૃષ્ણાનો હશે. હાલ સમૂહનું નેતૃત્વ 79 વર્ષીય આદિ ગોદરેજ કરી રહ્યા છે. જેઓ આ કંપનીના ચેરમેન છે. તેમના ભાઈ નાદિર ગોદરેજ, ગોદરેજ ઉદ્યોગ અને ગોદરેજ એગ્રોવેટના ચેરમેન પદ પર નિયુક્ત છે.

shivneha

આદિ અને નાદિરના પિતરાઈ ભાઈ જમશેદ ગોદરેજ, ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડના ચેરમેન છે. આ ગોદરેજ સમૂહની પ્રમુખ કંપની છે અને દેશના સૌથી જૂના વેપારી ઘરોમાંથી એક છે. 1897માં વકીલમાંથી સીરિયલ ઉદ્યમી બનેલા અર્દેશિર ગોદરેજે તેની સ્થાપના કરી હતી. તેમણે અસંખ્ય નિષ્ફળ ઉદ્યોગ બાદ તાળા ઉદ્યોગમાં સફળતા પ્રાપ્ત કરી હતી.

આ અંગે ગોદરેજ પરિવારે આપેલી સંયુક્ત કેફિયતમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગોદરેજ પરિવાર પોતાના શેર ધારકો માટે સર્વોત્તમ હિત સુનિશ્ચિત કરવા ગત કેટલાક વર્ષોથી સમૂહ માટે દીર્ઘકાલિક રણનીતિક યોજના પર કામ કરી રહી છે. જેના ભાગરૂપે અમે તેના બાહરી ભાગીદારો પાસેથી પણ સલાહ માગી છે. પરિવારની વચ્ચે આ ચર્ચોઓ થઈ રહી છે.’

shivneha

ગોદરેજ સમૂહમાં પ્રવર્તકોની લગભગ 23 ટકા ભાગીદારી એ ટ્રસ્ટોમાં છે જે પર્યાવરણ, સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રોમાં રોકાણ કરે છે. સમૂહની પ્રમુખ કંપનીઓમાં એન્જિનિયરિંગ કંપની ગોદરેજ એન્ડ બોયસ એમએફજી કંપની લિમિટેડ અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ, ગોદરેજ અગ્રોવેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી સૂચિબદ્ધ સંસ્થાઓ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments