મયૂર ખાવડુ: 1996. જ્યારે કેટલાક સમૃદ્ધ ઘરમાં જ ટેપ હતા અને ટેપમાં એક જ કેસેટ ચાલતી હતી. પરદેસી પરદેસી જાના નહીં. રીક્ષાઓમાં તેરે ઈશ્ક મેં નાચેંગે ગીતનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું હતું. વર્ષો સુધી એ સામ્રાજ્ય અકબંધ રહ્યું. કરિશ્મા અને આમિરના તસતસતા ચુંબનની માફક. કરિશ્માના શરીરમાં એ દૃશ્ય ભજવતા સમયે કંપન છૂટી ગયેલું. તમને ખબર છે આપણું ભગવદગૌમંડળ ચુંબનને શું કહે છે? તમે ઈંગ્લીશ મીડિયમો તો Kiss Kiss કર્યાં રાખો! ભગવદગૌમંડળ કહે છે, સ્નેહના ઉમળકાથી બે ઓઠ વતી ચૂસવું તે; ચૂમી; બચ્ચી; બોકી; પ્રેમના આવેશથી સામાને ઓઠ અડાડવા તે. એક તો બઉં સરસ શબ્દ છે. ચુંબન મિમાંસા. એટલે કે ચુમી લેવાનું શાસ્ત્ર.
બોલિવુડ ઈતિહાસની ફર્સ્ટ કિસ દેવીકારાણીએ પોતાના પતિ હિમાંશુ રાઈને 1933ની કર્મા ફિલ્મમાં કરી હતી. એ આઈકોનિક કિસ હતી. પણ તેમાં વાતાવરણની ગેરહાજરી હતી. જે ચુંબનમાં પ્રકૃતિની પણ હાજરી હોય એ તો અલભ્ય જ ગણવું. અષાઢના દિવસ પછી શરુ થયેલા ધોધમાર વરસાદમાં ભીંજાતા બે જુવાન હૈયા. વર્ષાની સાથે પ્રિયતમાના અનહદ સ્નેહથી ભીંજાઈ લથબથ થતો નાયક રાજા અને સફેદ કલરના ડ્રેસમાં કપૂર ખાનદાનની સૌથી બેસ્ટ બ્યૂટી તરીકેનો એવોર્ડ કોઈ પણ પ્રકારની અતિશ્યોક્તિ વગર આંચકી જતી સોહામણી કરિશ્મા કપૂર. છાતીનું ઉંચું નીચું થવું અને કેટલાય હૈયાઓને અસ્તાચલમાં નાખી દેવાની શક્તિ ધરાવતી એ કમનીય નારીની આંખો. એકદમ ભારતીય નારી છે તેવું દર્શાવતો તેના લલાટ પરનો ચાંદલો. અને આ દૃશ્યમાં ચાર ચાંદ લગાવતા કરિશ્માના હોઠ.
સૂર્ય તો જાણે આ દૃશ્ય ભજવાવાનું હોવાની આગમવાણીથી પરિચિત હોય, એમ શરમનો માર્યો વાદળોની પાછળ છુપાઈ જવા મોરની જેમ થનગની રહ્યો છે. એ પુરુષની માફક જે પોતાને ગમતી કન્યા કોઈ બીજાની પાસે ચાલી જાય તો ધોધમાર વરસવા માંડે, જાણે એના આંસુ હોય. રાજા ચૂપ છે અને નાયિકા આરતી હમણાં હમણાં હેલીમાંથી સાંબેલાધાર થયેલા વરસાદનો આનંદ માણી રહે છે, એક બીજા ધોધમાર વરસાદમાં ભીંજાતા પૂર્વે. પોતાનાથી આ જોબનવંતી અને કારમાં બેસેલી માલિકની નાર સાથે ઉંચનીચ થઈ ગઈ તો? એ વિચારે છોકરો તેની આગોશમાંથી ખસી વરસાદમાં ભીંજાવા ચાલ્યો જાય છે.
પણ છોકરી તેને નજીક બોલાવી લે છે. એ એની ચેષ્ટા છે કે બીજું કંઈ એ તો હું આજે પણ નથી સમજી શક્યો. એ એને આમ વરસાદમાં ભીંજાતો જોવા નથી ઈચ્છતી. છોકરો થોડો જાય. એને ખબર છે કે ત્યાં જઈશ તો વધારે ભીંજાયા વગર નહીં રહી શકું! એ નજીક આવે છે. હવે તો ચારેકોર કાળું ડિબાંગ અંધારું થઈ ગયું છે. છોકરાને છોકરી હાથ આપે છે. છોકરાને ખેંચાવું નથી પણ એ એને ખેંચી લે છે. અને પછી કાલિદાસે તેમના નાટકોમાં કરેલા પ્રેમભર્યાં વર્ણન સુધી મારી કે તમારી પહોંચવાની હેસિયત તો ક્યાંથી હોય?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત