Homeતાપણુંસરકાર પર વધતું પ્રેશરઃ પાટીદાર સામેના કેસ બાદ હવે આ કેસો પાછા...

સરકાર પર વધતું પ્રેશરઃ પાટીદાર સામેના કેસ બાદ હવે આ કેસો પાછા ખેંચવા મુખ્યમંત્રી પર દબાણ

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં હવે સામાજિક આગેવાનો રાજકીય નેતાઓ પર દબાણ વધારી રહ્યા છે. હાલમાં રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસો પરત ખેંચવા માટે પાટીદાર સમાજના સામાજિક સંસ્થાઓના આગેવાનો અને પાટીદાર નેતાઓ ગુજરાત સરકાર પર દબાણ વધારી રહ્યા છે. ભાજપના પાંચ પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (bhupendra patel) સાથે મુલાકાત કરીને પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચી લેવા રજૂઆત કરી છે. ત્યારે હવે અન્ય સમાજના નેતાઓ પણ મેદાનો પડ્યા છે. પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી (bharatsinh dabhi) પણ હવે પાટીદાર સમાજની જેમ અન્ય સમાજના લોકો પર થયેલા કેસ પાછા ખેંચવા માંગ કરી રહ્યા છે. ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને અન્ય સમાજના લોકો પર આંદોલનો વખતે થયેલા કેસ પરત લઈ લેવાની માંગ કરી છે.

ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ અન્ય સમાજોએ પણ પોતાની માંગણીને લઈને આંદોલન કર્યું હતું અને તેમના ઉપર પણ પોલીસ કેસ કર્યાં હોય તેવા રાજકીય આંદોલનકારીઓ જેમ કે કરણી સેનાના રાજ શેખાવત, ઠાકોર સમાજના નવઘણજી ઠાકોર સહિતના લોકો સામેના પણ ગંભીર પ્રકારના ગુના ન હોય તેવા કેસો પરત ખેંચવા જોઈએ. ગંભીર ગુનાના કિસ્સામાં ફાસ્ટટ્રેક કોર્ટોમાં કેસ તબદીલ કરીને ઝડપથી કેસનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અન્ય સમાજની પણ લાગણી છે.

advertisement-1

બીજી તરફ કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, પાટીદાર આંદોલનકારીઓ સામેના કેસ સરકાર પાછા ખેંચી રહી છે તેમાં સમર્થન છે. અધિકારો માટે થતા આંદોલનકારીઓ પર કેસો થવા ન જોઈએ. પરંતુ જો મતોની લાલચમાં ચૂંટણી હારવાના ડરે ફક્ત પસંદગીના લોકોના જ કેસો પાછા ખેંચવામાં આવશે તો અમને પણ અમારા પર થયેલા કેસો ખેંચવા દબાણ કે આંદોલન કરવાની ફરજ પડશે. ગુજરાતમાં એલઆરડીની ઓબીસી મહિલા ઉમેદવારો, ખેડૂતો, આંગણવાડીની મહિલા કાર્યકરો, બેરોજગાર યુવાનો સહિતના અનેક આંદોલન રાજ્યમાં થયા છે. છેલ્લા 20 વર્ષમાં થયેલા તમામ આંદોલનમાં કેટલા કેસ કરાયા તેનો અભ્યાસ કરવામાં આવે અને આ તમામ આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચી લેવામાં આવે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments