Homeતાપણુંઅખિલેશના નજીકના નેતાઓને ત્યાં 15 કલાક દરોડાની કામગીરી ચાલી પણ નીકળ્યા 17...

અખિલેશના નજીકના નેતાઓને ત્યાં 15 કલાક દરોડાની કામગીરી ચાલી પણ નીકળ્યા 17 હજાર જ

Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં સમાજવાદી પાર્ટીએ શનિવારના રોજ અખિલેશ યાદવના નજીકના મનાતા નેતાઓના ઘરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાને હાલ ચૂંટણીની સાથે જોડીને ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને પ્રવક્તા રાજીવ રાયના ઘર પર 15 કલાક સુધી પૂછપરછ કરી હતી. પણ ટીમને ફક્ત 17 હજાર રૂપિયા હાથ લાગ્યા.

આ કાર્યવાહીને લઈ અખિલેશ યાદવે કહ્યું હતું કે આ કાર્યવાહી ચૂંટણી પહેલા જાણીજોઈને કરવામાં આવી રહી છે. જોકે હજુ ED અને CBI પણ આવશે. શનિવારની સવારે સાત વાગ્યે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ મઉમાં રાજીવ રાયના નિવાસસ્થાને પહોંચી હતી. ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓના પરત ફર્યાં બાદ સપા નેતા રાજીવ રાય લગભગ 15 કલાક બાદ ઘરમાંથી બહાર નીકળ્યા હતા. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે હું ભાવુક અને અભિભૂત છું, કારણ કે તમે સૌ આ સમસ્યાની ક્ષણમાં સવારથી અહીં મારું સમર્થન કરવા માટે ઊભા છો. રાજીવ રાયે કહ્યું કે મારા પર કોઈ અપરાધિક રેકોર્ડ નહોતો ન આગળ હશે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે હું જનેશ્વર મિશ્રાનો શિષ્ય છું. અખિલેશ યાદવ અને નેતાજીનો સૈનિક છું. સમાજવાદી કાર્યકર્તા છું, અમે નહીં ડરીશું. મારા બેંગ્લોરના નિવાસસ્થાન પર અને તમામ સંસ્થાનો પર દરોડા પડ્યા છે.

કાર્યવાહી બાદ રાજીવ રાયે કહ્યું કે જે કામ બે કલાકમાં થઈ જાય છે એ કામમાં 15 કલાકનો સમય લાગ્યો. એટલું જ નહીં મારા માતા પિતા, પરિવારના લોકો અને સંબંધીઓને સવારથી બંધક બનાવીને રાખવામાં આવ્યા. મારી ચારથી પાંચ જગ્યાઓ પર છાપા પડ્યા. ચૂંટણી પહેલા જો તમે અમારે ત્યાં દરોડા પાડો છો તો તેમાં અધિકારીઓનો કોઈ દોષ નથી. અધિકારી તો પોતાનું કામ કરી રહ્યા છે. તેમની પાસેથી કોઈ ફરિયાદ નથી. પણ એ સમગ્ર ઘટનાને પ્રસ્તુત કરે છે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવે કહ્યું કે આજ પહેલા મને કોઈ નોટિસ મળી નહોતી. ના તો કોઈ પૂછતાછ થઈ છે. મારું દરેક વર્ષે ઈન્કમ ટેક્સ ફાઈલ થાય છે. ક્યારેય કંઈ નથી મળ્યું. ન તો દસ્તાવેજમાંથી કંઈ મળ્યું છે. તેમણે કહ્યું કે વિભાગની ટીમ મારો ફોન, જીમેઈલ આઈડી-પાસવર્ડ, પાસબુક લઈ ગઈ છે.

શનિવારના રોજ ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે લખનઉના જેનેદ્ર યાદવ, મેનપુરીના મનોજ યાદવ અને સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજીવ રાયના ઘર પર દરોડા પાડ્યા હતા. દરોડા પડ્યાના સમાચાર સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓને મળતા તેઓ રાજીવ રાયના નિવાસસ્થાન પર ઉમટી પડ્યા હતા. તેઓએ નારેબાજી લગાવી હતી. તેને જોતા સુરક્ષાબળોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments