Homeતાપણુંવલસાડઃ બહારના તો ઠીક ઘરવાળાના પણ મત ન મળતાં ઉમેદવાર રડી પડ્યો,...

વલસાડઃ બહારના તો ઠીક ઘરવાળાના પણ મત ન મળતાં ઉમેદવાર રડી પડ્યો, માત્ર પોતાનો એક મત જ મળ્યો

Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. પરિણામોને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. જીતેલા ઉમેદવારોને શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે ચૂંટણીના પરિણામને લઈને વલસાડ જિલ્લામાંથી અજીબોગરીબ કિસ્સો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના છરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક ઉમેદવારને મળેલા મતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. કેમ કે આ ઉમેદવારને પોતાનો એક મત જ મળ્યો છે. ઘરના સભ્યોના પણ મત આ ઉમેદવારને ન મળતાં હાલ આ ઉમેદવાર ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

વાત છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાની છરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામની. વાપી તાલુકાની છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો છે. 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં ઉમેદવાર નિરાશ થઈ ગયો છે.

છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર. 5 માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી હતી. સંતોષના પરિવારમાં 12 મતદારો છે. તેમ છતાં તેમણે મતપેટીમાંથી નીકળેલા મતમાં માત્ર એક જ મળ્યો છે અને પોતાની પત્નીએ પણ વોટ ના આપ્યો હોવાનું જણાતા ઉમેદવાર જાહેરમાં રડી પડ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments