Team Chbauk-Cinema Desk: પ્રશંસકોમાં આઈકન સ્ટાર તરીકે ખ્યાતનામ એવા અલ્લુ અર્જુનની પુષ્પા પાર્ટ-1ને હિંદીમાં ડબ થયેલી કેજીએફ ચેપ્ટર-1નો રેકોર્ડ તોડી નાખ્યો છે. કેજીએફના હિન્દી સંસ્કરણે કુલ 44.09 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે પુષ્પાએ રિલીઝના 13માં દિવસે જ મહામારીના સમયગાળામાં 45.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવનારા સમયમાં પુષ્પા હિન્દી પટ્ટી રાજ્યોમાં વધારે કમાણી કરી શકે છે. બીજી તરફ ફિલ્મ સંગઠનો દ્વારા દિલ્હીની સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ વેક્સિનના બંને ડોઝ જેમને મળ્યા હોય તેમને એવી રીતે જ ફિલ્મ જોવા દે, જેવી રીતે રેસ્ટોરન્ટ અને હવાઈયાત્રામાં લોકોને અનુમતિ આપવામાં આવી રહી છે.
પુષ્પા પાર્ટ-1ની સફળતામાં અલ્લુ અર્જુનનો ચાર્મ પણ રહેલો છે. લાંબા સમય સુધી અલ્લુ અર્જુનની ડબ થયેલી ફિલ્મો યુટ્યૂબની ગોલ્ડમાઈન્સ ચેનલમાં જોતા રહેલા દર્શકો માટે આ પ્રથમ અવસર છે જ્યારે અલ્લુ અર્જુનની રિલીઝ થયેલી ફિલ્મ તેમને થીએટરમાં હિન્દીમાં જોવા મળી રહી છે. દિલ્હીમાં થીએટર બંધ નહોતા થયા ત્યાં સુધી ફિલ્મની ટિકિટના ભરપૂર કાળા બજાર પણ થયા હતા. પુષ્પા જ કારણ છે કે 83 ખૂબ સારી ફિલ્મ બની હોવા છતાં કમાણીના મામલે સૂરસૂરિયું થતું જોવા મળી રહ્યું છે.
ભૂતકાળમાં અલ્લુ અર્જુનની ડીજે અને સન ઓફ સત્યમૂર્તિ જેવી ફિલ્મોને, હિન્દીમાં ડબ કરી સેટેલાઈટ ચેનલો પર દર્શાવવામાં આવી તો ટીઆરપીના નવા રેકોર્ડ બન્યા હતા. આ જ કારણ છે કે અલ્લુ અર્જુનની ફિલ્મો હવે મોડે મોડે ચેનલ પર ડબ કરી દર્શાવવા કરતા નિર્માતાઓ સીધી હિન્દીમાં ડબ કરી થીએટરમાં પ્રદર્શિત કરવાનું રિસ્ક લે છે અને આ જોખમ સફળ પણ પૂરવાર થયું છે. હિન્દી પટ્ટીમાં પુષ્પા 50 કરોડની કમાણી કરવાની નજીક પહોંચી ગઈ છે.
જોકે કોઈ દક્ષિણ ભારતીય ફિલ્મ હિન્દીમાં ડબ થઈ હોય અને કમાણીના નવા કિર્તીમાન સ્થાપિત કરી દીધા હોય તેમાં બાહુબલી ધ કન્કલુઝન હજુ પણ ટોચ પર છે. આ ફિલ્મના હિન્દી સંસ્કરણે બોકસ ઓફિસ પર 510.99 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા નંબર પર અક્ષય કુમાર અને રજનીકાંતની રોબોટ 2.0 છે. જેણે 189.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રભાસની સાહોએ 142.95 કરોડની જ્યારે પ્રભાસની જ બાહુબલી ધ બિગનિંગે 118.7 કરોડની કમાણી હિન્દી સંસ્કરણમાં કરી હતી. આ સૂચિમાં પાંચમા નંબર પર કેજીએફ ચેપ્ટર 1 હતી. જેણે 44.09 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેનું સ્થાન હવે પુષ્પાએ લીધું છે.
ભારતના હિન્દી પટ્ટી રાજ્યોમાં કમાણી કરવા મામલે ટોચ પર હોય તેવી ફિલ્મોમાંથી ત્રણ ફિલ્મો તો એવી છે જેના બે-બે પાર્ટ છે. બાહુબલીના પણ બે પાર્ટ હતા. કેજીએફનો એક ભાગ રિલીઝ થઈ ચૂક્યો છે અને બીજી ભાગની દર્શકો દ્વારા પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. પુષ્પાનો પણ આ પ્રથમ ભાગ જ હતો. હવે બીજા ભાગની રાહ જોવાની છે. એટલે કે દક્ષિણની પટકથાઓમાં એવો દમ છે કે બે ભાગ બનાવી પ્રથમ ભાગ થકી પણ કમાણી કરી લે અને બીજા ભાગ થકી પણ. બોલિવુડમાં આ જોખમભર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત