Homeતાપણુંરાષ્ટ્રની આરાધના કરવા માટે મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા ભાજપમાં સામેલ

રાષ્ટ્રની આરાધના કરવા માટે મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા ભાજપમાં સામેલ

Team Chabuk-Political Desk: ચૂંટણી નજીક આવતા હેરાફેરીની મૌસમ શરૂ થઈ જાય છે. લાલો લાભ વિના ન લોટે એમ ઉમેદવારો ભાજપમાંથી કોંગ્રેસમાં આવતા જતા રહે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા તો ભાજપમાં ભંગાણ અને સમાજવાદી પાર્ટીમાં ભરતીમેળો જામેલો જોવા મળ્યો હતો. આ વચ્ચે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવે ભાજપનો હાથ પકડી લીધો છે.

ભાજપમાં સામેલ થયા બાદ અપર્ણા યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, મારા ચિંતનમાં રાષ્ટ્ર સૌથી પહેલા છે. હવે હું રાષ્ટ્રની આરાધના કરવા માટે નીકળી છું. હું હંમેશાં પ્રધાનમંત્રીથી પ્રભાવિત રહું છું. હંમેશાંથી ભારતીય જનતા પાર્ટીની સ્કીમથી પ્રભાવિત રહું છું. જેમ કે પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાન, મહિલાઓ માટેની યોજનાઓ અને રોજગાર.

અપર્ણા યાદવ મુલાયમસિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. અપર્ણા યાદવે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી કેન્ટ સીટ પરથી લડી હતી. સમાજવાદી પાર્ટીની ઉમેદવાર ભાજપની ઉમેદવાર રીટા બહુગુણા જોશીની સામે હારી ગઈ હતી. જોકે અપર્ણાએ આશરે 63 હજાર વોટ એકઠા કરી લીધા હતા. બીજી તરફ રીટા બહુગુણા જોશીના સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. જેના પર વર્ષ 2019માં પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે જીત પ્રાપ્ત કરી અને સુરેશ ચંદ્ર તિવારી ચોથી વખત સાંસદ બન્યા.

રીટા બહુગુણા આ સીટ પરથી પોતાના પુત્ર માટે ટિકિટ માગી રહ્યા હતા. આ સીટ પર અન્ય કેટલાક દાવેદારો પણ છે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ અપર્ણાની સીટ બદલવા માગે છે, પણ એ વર્ષ 2022ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે તેમાં કોઈ શક નથી. ઉત્તરાખંડની અપર્ણા યાદવ હંમેશાંથી મોદી અને યોગીના વખાણ કરી સમાચારમાં રહેતી આવી છે. રામ મંદિર માટે અપર્ણા યાદવે અગિયાર લાખ અગિયાર હજારનું દાન પણ કર્યું છે. દત્તાત્રેય હોસબલેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક બનવા પર તેમની સાથેની તસવીર પણ શેર કરી હતી. એટલે અપર્ણાનું ભાજપમાં આવવું એ પહેલાથી નક્કી હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments