Homeસિનેમાવાદનવાઝુદ્દીન સિદ્દકીનું નવાબી મકાન

નવાઝુદ્દીન સિદ્દકીનું નવાબી મકાન

Team Chabuk-Cinema Desk: પોતાના અભિનય અને ફિલ્મોની પસંદગીના કારણે ચર્ચામાં રહેતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ એક આલિશાન અને ભવ્ય મકાનનું મુંબઈમાં નિર્માણ કરાવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મકાનનું ઈન્ટીરીયર ડિઝાઈન ખૂદ નવાઝે કર્યું છે. કેટલાય અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મહેલ જેવા લાગતા આ મકાનને ડિઝાઈન કરનારું ભેજું એ ખૂદ નવાઝભાઈ છે.

નવાઝુદ્દીનના આ ઘરને બનતા ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. નવાઝે આ મકાનને બિલકુલ એવું બનાવ્યું છે જેવું તેનું હોમ ટાઉન બુઢાનાનું ઘર છે. આ આખું ઘર સફેદ રંગથી પૂતાયેલું છે. પહેલી નજરે જોતા નવાબીકાળની કોઈ ઈમારત હોય તેવું લાગે છે. જેવી રીતે શાહરૂખ ખાનનું ઘર મન્નતથી ઓળખાય છે તેમ નવાઝે પણ આ ઘરને નામ આપ્યું છે. પોતાના પિતાની યાદમાં નવાઝે આ ઘરને નવાબ નામ આપ્યું છે.

આવનારા સમયમાં નવાઝુદ્દીન સિદ્દકીની ફિલ્મ ટિકૂ વેડ્સ શેરુ રિલીઝ થવાની છે. જેનું હજુ શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મને કંગના રણૌત પ્રોડ્યુસ કરી રહી છે. આ સિવાય નવાઝુદ્દીન ટાઈગર શ્રોફની સાથે હિરોપંતી-2માં જોવા મળશે. જેમાં તે નેગેટિવ રોલમાં છે. આ પહેલા બંને અભિનેતાઓએ મુન્ના માઈકલમાં સાથે કામ કર્યું હતું. 2020માં નવાઝુદ્દીનની સિરીયસ મેન અને રાત અકેલી હૈ રિલીઝ થઈ હતી. જેમાં તેના અભિનયની વિવેચકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. 2021માં તેની નો મેન્સ લેન્ડ ફિલ્મ રિલીઝ થઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments