Homeતાપણુંગોપાલ ઇટાલિયાની જૂની માંગને સરકારે સ્વીકારી? બજેટમાં કરી આ જાહેરાત

ગોપાલ ઇટાલિયાની જૂની માંગને સરકારે સ્વીકારી? બજેટમાં કરી આ જાહેરાત

Team Chabuk-Political Desk: આજે રજૂ થયેલા ગુજરાતના નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં તમામ વર્ગોને સંતોષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના મુખ્ય મુદ્દા રહેલી બાબતોને પણ બજેટમાં સંતોષવામાં આવી છે. આમાંનો એક વધુ એટલે સરકારી કોલેજ. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ઘણા સમયથી સુરતના વરાછામાં સરકારી કોલેજ શરૂ કરવા અંગે માંગ કરતા આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલાં પણ ગોપાલ ઇટાલીયા વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ સ્થાપવા અંગે માંગ કરતા હતા. જે માંગ આ બજેટમાં સંતોષાઈ હોવાનું જોવા મળે છે.

આજે રજૂ થયેલા બજેટમાં નાણામંત્રી કનુ દેસાઇએ સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ સ્થાપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સુરતના લિંબાયત, ભવનગરના પાલીતાણા, રાજકોટના જસદણમાં પણ સરકારી કોલેજ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે કરેલી અન્ય મહત્વ પૂર્ણ જાહેરાત શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. ૩૪,૮૮૪ કરોડની જોગવાઇ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારાઓ માટે રૂ. ૧૧૮૮ કરોડની જોગવાઈ કરાઈ છે.

દૂધ સંજીવની યોજનાનો વ્યાપ વધારી જાંબુઘોડા અને મોરવા-હડફ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. અંદાજે ૫૦ લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે જોગવાઈ રૂ. ૧૦૬૮ કરોડ. ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિધાર્થીઓને ટ્યુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા માટે જોગવાઈ રૂ. ૩૫૦ કરોડ. નમો ટેબ્લેટ યોજના અંતર્ગત ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા જોગવાઇ રૂ.૨૦૦ કરોડ. ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓમાં માળખાકીય સગવડો માટે જોગવાઇ રૂ.૧૧૭ કરોડ. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પાંચ વર્ષ માટે કુલ રૂ. ૩૦૦ કરોડના આયોજન પૈકી આગામી વર્ષ માટે રૂ.૬૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

સામાજિક પછાત વર્ગો અને આદિજાતી વિકાસ માટે શિક્ષણ અનુસૂચિત જનજાતિના ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે ૧ લાખ ૪૩ હજાર વિધાર્થીઓ માટે જોગવાઈ રૂ.૫૦૩ કરોડ. ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૩ લાખ વિદ્યાર્થીઓ માટે જોગવાઇ રૂ. ૪૪૬ કરોડ. અનુસૂચિત જનજાતિના આશરે બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૪૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments