Team Chabuk-Political Desk: આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કોંગ્રેસની મહિલાઓ અને પોલીસના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. જે પછી કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે ધારાસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને સણસણતો આક્ષેપ લગાવ્યો હતો કે કોંગ્રેસની સેવાદળની મહિલાઓ સાથે પુરુષ પોલીસે ખરાબ કૃત્ય કર્યું હતું. જેમાં મહિલાઓના ગુપ્તાંગ પર પણ માર માર્યો હતો. ગેનીબહેને વધુમાં કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.
ગઈકાલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગ નિમિત્તે કોંગ્રેસની મહિલાઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સેવાદળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહિલાઓએ વિધાનસભા ગૃહનો ઘેરાવો કરવા માટે પગ ઉપાડ્યા હતા જ્યાં પોલીસે તેમની અટકાયત કરી હતી. પરિણામે પોલીસ અને મહિલાઓની વચ્ચે તીખારા ઝર્યાં હતા. આ ઘટનામાં ત્રીસ જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ અને મહિલાઓ વચ્ચેના ઘર્ષણમાં એક કાર્યકર્તાને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્યએ સેવાદળની મહિલાઓનો પક્ષ લેતા કહ્યું હતું કે, પોલીસની મંજૂરીથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થવાના આરે હતો ત્યારે પોલીસના અધિકારીઓએ ગૃહમંત્રીની રહેમ નજર હેઠળ કોંગ્રેસની મહિલાઓ સાથે મારામારી કરી હતી. અમારા વિપક્ષના નેતાઓએ પણ વિનંતી કરી પરંતુ કોઈનું સાંભળ્યું નહીં. જ્યારે અમારી સેવાદળની મહિલાઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હું એક મહિલા તરીકે ગૃહમંત્રી પાસે અપેક્ષા રાખું છું કે, જો તમારામાં મહિલાઓ માટે લાગણી હોય તો જે પોલીસે મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે, તેઓને સસ્પેન્ડ કરો અને તેમના પર કાર્યવાહી કરો. સાથે જ આ બનાવ પર ગૃહમંત્રી વિધાનસભામાં માફી માંગે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
