Homeતાપણુંઆપના રાજ્યસભાના ઉમેદવાર રાઘવ ચઠ્ઠા, જેમણે દિલ્હીના દરેક ઘરમાં પાણી પહોંચાડ્યું, કેજરીવાલના...

આપના રાજ્યસભાના ઉમેદવાર રાઘવ ચઠ્ઠા, જેમણે દિલ્હીના દરેક ઘરમાં પાણી પહોંચાડ્યું, કેજરીવાલના વિશ્વસનીય સેનાપતિ તરીકે ઓળખાય છે

Team Chabuk-Political Desk: આમ આદમી પાર્ટીના પંજાબ રાજ્યસભામાંથી બીજા ઉમેદવાર દિલ્હીના રાજેન્દ્ર નગરથી ધારાસભ્ય અને પંજાબના સહ-પ્રભારી રાઘવ ચઠ્ઠા છે. જનલોકપાલ આંદોલનથી જ તેઓ અરવિંદ કેજરીવાલ સાથે જોડાઈ ગયા હતા. 2012માં કેજરીવાલે રાઘવને જનલોકપાલ બિલની ડ્રાફ્ટિંગ કમિટી સાથે જોડ્યા હતા. તેમને કેજરીવાલ તરફથી મળેલી આ પ્રથમ મોટી જવાબદારી હતી. એ પછી તેઓ દરેક વખતે પાર્ટી સંયોજકની આશાઓ પર ખરાં ઉતર્યાં છે. 2013માં રાઘવ દિલ્હી વિધાનસભા ચૂંટણીની ઘોષણાપત્ર કમિટિના સભ્ય હતા. માત્ર 22 વર્ષની ઉંમરમાં તેઓ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા. ચાર વર્ષ બાદ આમ આદમી પાર્ટીના કોષાધ્યક્ષ નિયુક્ત થયા. એ સમયે તેમણે કેટલીય વખત આમ આદમી પાર્ટીને મળેલી ઈન્કમ ટેક્સની નોટીસનો પણ સામનો કર્યો હતો.

રાઘવ ચઠ્ઠાને અરવિંદ કેજરીવાલનો વિશ્વસનીય સેનાપતિ માનવામાં આવે છે. આ જ કારણે તેમને પાર્ટી તરફથી વારંવાર મોટી જવાબદારી સોંપવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, પરંતુ તેમની હાર થઈ. એ પછી તુરંત આવી રહેલી દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેમને રાજેન્દ્ર નગરના ઉમેદવાર બનાવ્યા અને દિલ્હી વિધાનસભામાં પહોંચવામાં તેઓ સફળ થયા.

દિલ્હી સરકારે પોતાના મહત્વના પ્રોજેક્ટ દરેક ઘરને પાણી પહોંચાડવાની જવાબદારી સોંપતા દિલ્હી જળબોર્ડના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. પંજાબની ચૂંટણી નજીક આવી રહી હોય પ્રદેશને જીતવા માટે તેમને સંદીપ પાઠકની સાથે સહ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી. તેના પર પણ તેઓ ખરાં ઉતર્યાં અને વિપક્ષના એક એક સવાલના જવાબ આપ્યા. તેઓએ ઉમેદવારોની પસંદગીથી લઈને પાર્ટીની રણનીતિ બનાવી.

પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની વિરુદ્ધ રેત માફિયાની મીલિ-ભગતના આરોપમાં રાઘવ ચઠ્ઠા આક્રામક મૂડમાં રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ હવે તેમને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી લીધી છે. તેઓ બોક્સર મેરી કોમ બાદ બીજા સૌથી યુવા સાંસદ હશે. આ પૂર્વે અનુભવ મોહંતી 32 વર્ષની ઉંમરમાં રાજ્યસભામાં પહોંચ્યા હતા. રાઘવનો જન્મ 11 નવેમ્બર 1988માં નવી દિલ્હીમાં થયો હતો. તેઓએ મોર્ડન સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ લીધું છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક છે અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી પણ સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments