Team Chabuk-Political Desk: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને થીએટરમાં રિલીઝ થયાને ત્રણ અઠવાડિયાનો સમય પસાર થઈ ગયો છે. ફિલ્મ કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ વખતે બિહારના ધારાસભ્યોના કારણે ચર્ચામાં છે. કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોવા માટે બિહારના ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી તો તેમણે ફાડી નાખી. સોમવારના રોજ બિહાર સરકારે તમામ ધારાસભ્યોને ફિલ્મ જોવા માટે કહ્યું હતું. ધારાસભ્યોને આ માટે ઉપમુખ્યમંત્રી તારાકિશોર પ્રસાદે ટિકિટ આપી હતી. જોકે મુખ્ય વિપક્ષી દળ RJDના ધારાસભ્યોએ ટિકિટ લેવાની ના પાડી દીધી હતી.. આ ઘટનાનો ભાકપાએ વિરોધ કર્યો હતો અને આપવામાં આવેલી ટિકિટ ફાડી નાખી હતી. જે પછી સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
ભાકપાના ધારાસભ્યો સદનની કાર્યવાહી દરમિયાન વેલ સુધી ધસી ગયા હતા. બાદમાં ફિલ્મની ટિકિટો ફાડી હવામાં ઉછાળી હતી. વેલમાં ધસી આવેલા ધારાસભ્યોએ ભાજપ પર સદનનું ભગવાકરણ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. જેને લઈ સ્પીકર વિજય કુમાર સિન્હાએ વિપક્ષના ધારાસભ્યોનાં આચરણને ખોટું ઠેરવ્યું હતું. તેઓએ આ વાતને લઈ દિશા નિર્દેશ આપ્યા હતા કે વિપક્ષી દળોનું આ કામ સદનની પ્રોસિડિંગમાં સામેલ નહીં કરવામાં આવે. જે પછી સ્પીકરે સદનને સ્થગિત કરી દીધું. આ અંગે સ્પીકર વિજય સિન્હાએ કહ્યું હતું કે, ફિલ્મના વિરોધને લઈ આ પ્રકારનું વર્તન વિપક્ષી ધારાસભ્યોની તરફથી સદનમાં ઉચિત નથી.
બિહાર સરકારે ન માત્ર કાશ્મીર ફાઈલ્સને કરમુક્ત કરી છે પણ બિહારના તમામ ધારાસભ્યોને ફિલ્મ જોવા માટે વિશેષ રૂપથી વ્યવસ્થા પણ કરી આપી છે. ધારાસભ્યોને ફિલ્મ દર્શાવવા માટે વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણસિંહે બિહાર સરકારને અનુરોધ કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું હતું કે વિપક્ષી દળ સરકારના આ આમંત્રણનો સ્વીકાર નહીં કરે. અને વિધાનસભામાં પણ કંઈક એવું જ થયું.
કાશ્મીર ફાઈલ્સને લઈ બિહાર વિધાનસભામાં વિરોધનો વંટોળ ઉઠ્યો અને રાજ્યસભામાં પણ કંઈક એવું જ થયું. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદે રાજ્યસભામાં ઝીરો ઓવર નોટિસ આપી. સાથે જ માગ કરી કે ફિલ્મને યુટ્યુબ અને દૂરદર્શન પર ફ્રિમાં દર્શાવવામાં આવે. તેમણે કહ્યું હતું કે, કશ્મીરી પંડિતોની પીડાને જાણવાનો દરેક હિન્દુસ્તાનીનો અધિકાર છે. જે પરિસ્થિતિઓમાંથી તેમને પસાર થવું પડ્યું, એ અકલ્પનીય અને બીભત્સ છે. કશ્મીરી પંડિતોની સાથે થયેલી ઘટનાથી દેશને રુબરુ થવાની આવશ્યકતા છે. કશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સ યુટ્યૂબ અને દૂરદર્શન પર પ્રસારીત કરવામાં આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત