Homeસિનેમાવાદમાર્વેલનો બેટમેન ‘મૂન નાઈટ’: अँधेरी रातों में, सुनसान राहों पर, हर ज़ुल्म...

માર્વેલનો બેટમેન ‘મૂન નાઈટ’: अँधेरी रातों में, सुनसान राहों पर, हर ज़ुल्म मिटाने को, एक मसीहा निकलता हैं, जिसे लोग ‘मून नाइट’ कहते हैं!

ઝાલાવાડી જલજીરા: અભિનેતા ઓસ્કર આઈઝેકની અભિનય પ્રતિભાથી અમેરિકાના ફિલ્મ વિવેચકો પણ અંજાઈ ગયેલા છે. કોઈ પણ ફિલ્મમાં પાત્રને ઘડીભરમાં જીવંત કરી દેવાની તેની પ્રબુદ્ધતા તેને અન્ય અભિનેતાઓથી અલગ પાડે છે. અમેરિકા સિવાયના દેશોમાં તે રોબર્ટ ડોની જૂનિયર કે ટોમ ક્રૂઝ જેટલો લોકપ્રિય નથી, પરંતુ અભિનયમાં ઓસ્કર વિજેતા કલાકારો કરતા ઓસ્કર જરાં પણ ઉતરે તેવો નથી.

માર્વેલની એક્સ મેન એપોકેલિપ્સમાં વિલન તરીકેની ભૂમિકા ભજવી ત્યારે એશિયાની પટ્ટીને તો ખ્યાલ જ નહોતો કે મેકઅપના થથેડાની પાછળ એક વિરાટ અભિનય પ્રતિભા છુપાયેલી છે, કે પછી હમણાં ઓસ્કરમાં છ એવોર્ડ જીતી સપાટો બોલાવી દેનારી ડ્યૂન ફિલ્મમાં પણ તેણે મર્યાદિત સમયમાં અમીટ છાપ છોડી દીધી હતી, એ ડ્યૂનના દર્શકોને કહેવાની જરૂર નથી. આ અભિનેતાને માર્વેલ ફરી એક પાત્ર ભજવવા આપશે એવું કોઈએ નહોતું વિચાર્યું.

મૂન નાઈટ એક એવા સુપરહીરોની વાર્તા છે જેની ક્યાંથી શરુઆત થઈ છે? અને શું કામ અહીંથી જ થઈ છે? તેની જોનારને હજુ ખબર નથી. પગરખાના પ્રથમ દૃશ્યથી જ આ વેબ સિરીઝ ડરાવે છે. કેપ્ટન અમેરિકા કે આયર્ન મેનની વાર્તા એક સીધી લીટી પર ચાલતી હતી. મૂન નાઈટ વેબ સિરીઝના સ્વરૂપના આધારે ચાલી રહી છે. કહી શકાય કે છ એપિસોડ સુધી દર્શકોના રસને જીવતો રાખવા તેણે આમ કર્યું છે અને એટલે જ મૂન નાઈટનો પ્રથમ એપિસોડ જે પણ જોઈ તેને પસંદ આવી રહ્યો છે.

shreeji dhosa

મૂન નાઈટનો પ્રથમ એપિસોડ કેટલાક સવાલો રેઢા મૂકી ચાલ્યો જાય છે. એટલે કે વેબ સિરીઝને માફક આવતા ‘રહસ્ય’ સ્વરૂપનો તેણે અહીં પણ બખૂબી ઉપયોગ કર્યો છે. શક્ય છે થીએટરમાં મૂન નાઈટને એટલી સફળતા ન મળેત, માર્વેલ થીએટર રિલીઝ ઈટર્નલનો ધબડકો થયા પછી હવે માર્વેલ સિનેમેટિક યુનિવર્સ નવા સુપરહીરોઝને આ રીતે ઈન્ટ્રોડ્યુસ કરતા ડરી રહ્યું છે.

સ્પાઈડર મેને સાટું વાળી નાખ્યું નહીંતર ઈટર્નલની અસર મૂનલાઈટ પર લાઈટ પાડ્યા વગર ન રહેત. એથી સારું પ્લેટફોર્મ તેમને ડિઝની + હોટસ્ટારનું લાગી રહ્યું છે. લોકી અને વાન્ડા વિઝન, તેના બે મોટા ઉદાહરણ છે. જોકે વેબ સિરીઝનો ઘાટ આપવામાં આવે અને સફળતા પ્રાપ્ત થાય તેવું ફરજિયાત નથી. હોકઆઈને વરેલી નિષ્ફળતા તેનું તાજું ઉદાહરણ છે. વિલન કિંગપિંગને જે રીતે નેટફ્લિક્સે દર્શાવ્યો એ રીતે ડિઝની + હોટસ્ટાર નથી દર્શાવી શકી.

ફરી મૂન નાઈટ પર આવીએ તો માર્વેલ પોતાના જૂના માળખાને વળગી રહી છે. એ હીરોની સામાન્ય માનવીય છબીને નબળી આંકે છે અને પછી તેને સુપરહીરો બનાવે છે. પ્રથમ એપિસોડમાં સુપરહીરો મૂન નાઈટની નાની એવી ઝલક દેખાઈ છે. જે ટ્રેલરમાં પણ દેખાઈ હતી. કથાવસ્તુનું તાંતણું જેરેમી સેલ્ટર અને મોહમદ દિઆબે ઘડ્યું છે. તેમને કોમિકનો ભરપૂર લાભ મળ્યો છે. છતાં સ્વતંત્રતાનો ઉપયોગ કરતાં તેને હોરર અને સાઈકોલોજીકલ થ્રીલર બનાવી કોમિકથી થોડી અલગ રચના કરી છે. કોમેડી પણ બનાવી છે!

મૂન નાઈટના પ્રથમ એપિસોડમાં તમને લોકીની અસર વર્તાયા વિના નહીં રહે. જેમ લોકીના રહસ્યને પ્રથમ એપિસોડથી જ વધારે ઘેરું બનાવવાનો પ્રયાસ કરી અંતિમ અંજામ સુધી લઈ જવામાં આવ્યો, તેમ મૂન નાઈટને પણ ઘડવામાં આવ્યું છે. કંઈ નવું કરવાના પ્રયાસમાં કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી જેવું ન થાય એટલે લોકીને બાથમાં ભીડીને રહેવું. જેમ લોકીનો એક-એક એપિસોડ રચાયો તેમ જ મૂન નાઈટનો પ્રથમ એપિસોડ નિર્માણ પામ્યો છે. આગળ જતાં ગાડી એ જ પાટા પર ચાલે તો નવાઈ નહીં. બીજા એપિસોડની પ્રતીક્ષા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments